Gujarat

માંગરોળ ખાતે એકતા ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, ૧૧૧ રક્તદાતાઓએ રકતદાન કર્યું  

માંગરોળ ના બસસ્ટેશન પાસે આવેલા ઘાંચી સ્વંય સેવક સંઘ ખાતે એકતા ફાઉન્ડેશન અને શ્રી રામ બ્લડ બેંક ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
માંગરોળ ના રાજકિય સામાજિક આગેવાનો દ્વારા રીબીન કાપી ખુલ્લો મુકાયો હતો.
આ કેમ્પમાં  બૈતુલમાલ પ્રમુખ હનીફ ભાઈ પટેલ, ઘાંચી સમાજના પ્રમુખ મુફ્તી હનીફ જડા, પાલિકા પ્રમુખ મોહમદ હુસેન ઝાલા, નગર સ્વર રમેશ ભાઈ જોશી , ડો ઈરફાન ગુજરાતી, મનીષભાઈ ગોહેલ સામાજિક આગેવાનો, હિન્દૂ મુસ્લિમ ધર્મગુરુઓ, તમામ જ્ઞાતિના વડાઓ, પત્રકારો, સહિત મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.
આ કાર્યક્રમમાં ૧૧૧ જેટલા રક્તદાતાઓ એ રક્તદાન કર્યું હતું.
એકતા ફાઉન્ડેશન  દ્વારા લોકોને લાભ મળે તેવી વિવિધ કામગીરી કરવામાં આવે છે તેમજ શ્રી રામ બ્લડ બેંક દ્વારા જયારે પણ કોઈ ને રક્તની જરૂરિયાત પડે , અથવા બ્લડ કેન્સર, થેલેસેમિયા ગ્રસ્ત લોકોને ત્યારે કોઈપણ બ્લડ જમા કરાવ્યા વિના રક્ત આપવામાં આવે છે.
કેમ્પને સફળ બનવવા એકતા ફાઉન્ડેશનના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી..
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

IMG-20230213-WA0122.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *