Gujarat

માંગરોળ ખાતે રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી, ઇદગાહ મેદાનમાં હજારો લોકોએ નમાઝ અદા કરી

મુસ્લિમો નો પવિત્ર મહિનો રમઝાન પૂર્ણ થતા જ ઇદની ઉજવણી કરવામાં આવે છે,
રમઝાન માસમાં મુસલમાનો એક મહિના સુધી રોઝા રાખે છે અને ઇશ્વરની બંદગી કરે છે ત્યારે રમઝાન પૂર્ણ થતા જ ઈદ ની ઉજવણી કરવામાં આવે છે..
ઇદ અંતર્ગત ઇદગાહ ખાતે ઇદની વિષેશ નમાઝ અદા કરવામાં આવી હતી જેમાં હજારો ની સંખ્યામાં લોકો જોડાયા હતા અને દેશમાં અમન અને ભાઈ ચારો રહે અને શાંતિ સલામતીથી રહે તેવી દુઆઓ કરવામાં આવી હતી.
ત્યારબાદ મુસ્લિમ બિરાદરો દ્વારા એકબીજાને મુબારકબાદી આપવામાં આવી હતી.
ઈદગાહ ખાતે પોલીસ વિભાગની ટીમ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
વિનુભાઇ મેસવાણીયા માંગરોળ

20230422_193620.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *