માંગરોળ તાલુકાની લોએજ ગામની સંસ્થા શ્રીમતી વી.એમ.ચાંડેરા આટૅસ એન્ડ કોમસૅ કોલેજ લોએજ અને માંગરોળ મરીન પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે ચાઈના દોરો અને તુક્કલ પ્રતિબંધ અન્વયે કાયૅક્રમ યોજાયો હતો જેમાં સંસ્થાના ૧૦૦૦/- સ્ટુડન્ટોએ ભાગ લીધો હતો આ કાયૅ ક્રમમાં પી.આઈ.સાટી સાહેબે સ્ટુડન્ટોને માહિતી આપી હતી ચાઈના દોરાથી અને તુક્કલ થી થતા નુકશાનો બાબતે લોકોમાં અવરનેશ આવે તે અને તેના માટેના કાયદા અંગેની માહીતી પુરી પાળવામાં આવી હતી સાથે સાથે સમાજમાં વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્તિ મેળવવા પણ જનતા પોલીસનો સંપકૅ કરીને ફરીયાદ નોંધાવે તે પણ માહીતી પુરી પાડવામાં આવી હતી.કાયૅક્રમમાં અન્ય પોલીસ સ્ટાફ,સંસ્થાના સ્થાપક / સંચાલક ડો.વેજાભાઈ એમ.ચાંડેરા પણ ઉપસ્થિત રહ્યા હતા.કાયૅક્રમને સફળ બનાવવા તમામ સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.કાયૅક્રમનું સંચાલન ડો.પી.વી.નંદાણિયાએ કરેલ હતું…

માંગરોળ તાલુકાની લોએજ ગામની સંસ્થા શ્રીમતી વી.એમ.ચાંડેરા આટૅસ એન્ડ કોમસૅ કોલેજ લોએજ અને માંગરોળ મરીન પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે ચાઈના દોરો અને તુક્કલ પ્રતિબંધ અન્વયે કાયૅક્રમ યોજાયો
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

