સિમ્બોલ ઓફ નોલેજ ડોક્ટર બી. આર. આંબેડકર સાહેબ અને મહાન સમાજ સુધારક જ્યોતિબા ફૂલે સાહેબની જન્મ જયંતી ની સંયુક્ત ઉજવણીના ભાગરૂપે તેમની વિચારધારા યુવાઓ અને ગ્રામ્ય કક્ષા સુધી પહોંચે તેવા શુભ આશયથી માંગરોળ ઉત્કર્ષ મંડળ દ્વારા એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ ટુર્નામેન્ટમાં 12 ટીમ ભાગ લીધો હતો. તા. 6/4/23 થી 8/4/23 સુધી ટુર્નામેન્ટ યોજાઈ હતી. ફાઇનલ ધ ગ્રેટ અશોકા 11 અને નીલ બાદલ 11 વચ્ચે રમાઇ હતી. ટીમ નીલ બાદલ વિજેતા થઇ હતી.
આ ટુર્નામેન્ટ નિહાળવા તેમજ જન્મ જયંતી ઉજવણી માં સહભાગી થવા જુનાગઢ જિલ્લા સામાજીક ન્યાય સમિતિ ચેરમેન જીવાભાઈ સોલંકી, પીએસઆઈ માંગરોલ શીતલબેન સોલંકી, સમાજિક ન્યાય સમિતિના ચેરમેનમાંગરોલ જેન્તીભાઇ ચુડાસમા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ અને અનુસૂચિત જાતિ સમાજ માંગરોલ પ્રમુખ મનીષભાઈ ગોહેલ, માંગરોલ વણકર સમાજ પટેલ વિનુભાઈ ગોહેલ, ઉત્કર્ષ મંડલ જુનાગઢ પ્રમૂખ ભરતભાઈ રાઠોડ અને મહામંત્રી કેશુભાઈ ચૌહાણ નિવૃત્ત શિક્ષકો, કર્મચારીઓ, સમાજિક આગેવાનો, યુવાનો અને ઉત્કર્ષ મંડળના સભ્યો મોટી સંખ્યામાં હાજરી આપી હતી,,
રિપોર્ટર,,,વિનુભાઇ મેસવાણીયા માંગરોળ,,,