Gujarat

માંગરોળ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ના નામે શહેરમાં મિલ્કતો અને દુકાનો શીલ કરવાની કાર્યવાહી નિયમ વિરુદ્ધ કરાતી હોવાની રાવ

માંગરોળ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ના નામે શહેરમાં મિલ્કતો અને દુકાનો શીલ કરવાની કાર્યવાહી નિયમ વિરુદ્ધ કરાતી હોવાની રાવ, નાગરીકો ને હેરાન ન થવું પડે તે માટે વેરા બાકીદારો ને નોટીસો આપવી, બાકીદારો ની મિલ્કત સામે ઢોલ સરણાઈ વગાડી તેને વેરો ભરવા ફરજ પાડવી ઉપરાંત સુધરાઈ ને ઉપલી સતા પ્રાદેશિક નગરપાલિકા કમિશ્નર ભાવનગર ની કડક વસુલાત ની સુચના હોય તો તેનો અમલ કરતા પહેલા સુધરાઈ દ્વારા સહેરમા વેરો ભરી જવા વિકલ્પે મિલ્કતો શીલ કરવા કાર્યવાહી કરાશે ની સુચના આપતા પેમ્પલેટો શહેરમાં વિતરણ કરાવવા, ગાંધીચોક, લીમડાચોક, ટાવરચોક, ગુલઝારચોક, સહિતના જાહેર અવરજવર ધરાવતા ચોકોમા આ બાબતની જાહેરાત લખેલા બ્લેક બોર્ડ મુકવા,સ્થાનિક ટીવી ચેનલો ઉપર મુખ્ય અધિકારી એ શહેરના નાગરીકો ને આ બાબતે અવગત કરાવતી અપીલ નો વિડીયો બનાવી અપલોડ કરી નાગરીકો ને જાણ કરવી, શહેરના વેપારી મંડળો, વિવિધ સમાજ સેવી મંડળો,અગ્રણીઓ, ચુંટાયેલા લોક પ્રતિનિધિઓ, વિવિધ રાજકીય પક્ષો ના શહેરના સંગઠ્ઠનના હોદ્દેદારો ની સાથે જાહેર બેઠક યોજી તેમની મદદથી લોકોનું જાગૃત કરવા સહિતની પ્રાથમિક કામગીરી હાથ ધરી બાદમાં આગળ ની કાર્યવાહી કરવાની હોય છે આવી કોઈ પ્રક્રીયાને અનુસરવાને બદલે ઉપલી સતાએ ઓર્ડર કરતા નગરપાલિકા ડાયરેક એક્શન ઉપર આવી જતા લોકશાહી માં લોકોની સેવા માટે ઊભી કરાયેલી વહીવટી વ્યવસ્થા માટે પ્રજાના વેરાના પૈસા થી પગારદાર નોકરોએ પોતાની જાહેર સેવક તરીકે ની જવાબદારી નું નિર્વહન કરી પ્રજાભિમુખ વહીવટ આપવાને બદલે માંગરોળ સુધરાઈ તંત્ર નાગરીકોને અમલદાર શાહીની એડી નિચે કચડી નાખવા આગળ વધી રહ્યું હોય તેની આ લોકશાહી સમાજ વ્યવસ્થા થી વિપરીત કાર્યવાહી થી લોકોમાં ભારે નારાજગી, લોકોને જન સુવિધા ઉપ્લબ્ધ કરાવવામાં નિષ્ફળ નિવડેલ સુધરાઈ તંત્ર  વેરા વસૂલાત મા સુરવિર થવા નિકળ્યું,   માંગરોળની પ્રજા ઉપર રીતસર ત્રાટકેલા સુધરાઈ તંત્ર ના વહીવટી અત્યાચાર સામે સ્થાનિક રાજકિય પક્ષો ના મૌન વચ્ચે આ બાબતે અસદ્દદુદિન ઔવેસીની પાર્ટી AIMIM ના ગુજરાત પ્રદેશ ઉપ પ્રમુખ અને જૂનાગઢ જીલ્લા પ્રમુખ સુલેમાન પટેલે તુરંતથી માંગરોળ સુધરાઈ તંત્ર દ્વારા હાથ ધરાયેલી આવી તુધલખી કાર્યવાહી રોકવા ચિફ ઓફીસર માંગરોળ ને સુચના આપવા પ્રાદેશિક નગરપાલિકા કમિશ્નર ભાવનગર, નગરપાલિકા કમિશ્નર, ગાંધીનગર, જૂનાગઢ જીલ્લા પ્રભારી મંત્રી રાધવજી પટેલ,અગ્ર સચિવ શહેરી વિકાસ વિભાગ ગાંધીનગર, ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા સહિતનાઓને પત્ર પાઠવી માંગ કરી છે,

રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *