Gujarat

માંગરોળ નજીક મકતુપુર ગામ પાસેથી પસાર થતા પી.ડબલ્યુ.ડી.હસ્તકના બંદર રોડ નવો બનાવવા ની કામગીરી માં ખોદકામ દરમિયાન મકતુપુર ગામને પાણી પુરૂ પાડતી વાસ્મો યોજનાની પાઇપ લાઈન તુટી જતાં છેલ્લા સતર દિવસથી મકતુપુર ગામની પાંચ હજારની વસ્તીને પાણી વિતરણ અટકી જતાં ભારે દેકારો બોલી ગયો છે 

માંગરોળ નજીક મકતુપુર ગામ પાસેથી પસાર થતા પી.ડબલ્યુ.ડી.હસ્તકના બંદર રોડ નવો બનાવવા ની કામગીરી માં ખોદકામ દરમિયાન મકતુપુર ગામને પાણી પુરૂ પાડતી વાસ્મો યોજનાની પાઇપ લાઈન તુટી જતાં છેલ્લા સતર દિવસથી મકતુપુર ગામની પાંચ હજારની વસ્તીને પાણી વિતરણ અટકી જતાં ભારે દેકારો બોલી ગયો છે
   જાણવા મળતી વિગતો મુજબ દરીયા કિનારાથી ત્રણ કિલોમીટર ના અંતરે આવેલ માંગરોળ તાલુકાના મકતુપુર ગામની પ્રજાને પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાણી આપવામાં આવે છે થોડા વર્ષો પહેલા રાજય સરકાર ની વાસ્મો યોજના નિચે ગામમાં  પાણીની પાઈપ લાઈન નાખી ધરે ધરે નળ જોડાણ નાખી પાણી આપવામાં આવે છે દરમ્યાન મકતુપુર થી માંગરોળ બંદર ને જોડતો ત્રણ કિલોમીટર નો કોસ્ટલ રોડ લાંબા સમયથી બીસ્માર હોય નવો બનાવવા નો કોન્ટ્રાક્ટ રોયલ કન્ટકસન નામની એજન્સી ને મળતા તેમણે રોડનું ખોદકામ શરૂ કરતાં રોડ નિચે થી પસાર થતી વાસ્મો ની પાણીની લાઈન તુટી જતાં આ લાઈન કાઢી નવી લાઈન નાખી જોડવાની કામગીરી ન થતાં તળમાં દરીયાઈ ખારાસ ધરાવતા મકતુપુર ગામને  છેલ્લા પંદર દિવસથી  પીવાનાં પાણીનો એક માત્ર સ્ત્રોત થી અપાતું પાણી મળતું બંધ થઈ ગયું છે આ બાબતે ગામના અગ્રણી અને માંગરોળ તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ મહાવિર સિંહ ચુડાસમાએ પ્રથમ પાણી પુરવઠા બોર્ડ નો સંપર્ક કરતા તેમની કક્ષાએ થી નિયમિત પાણી અપાતું હોવાનું જણાવતા તેમણે સરપંચને રજૂઆત કરતા તેઓએ લાઈન તુટી ગયેલ હોય પંચાયત પાસે લાઈન નાખવાના નાણાં ન હોવાનું કહી હાથ ખંખેરી નાખતા તેમણે પંચાયત માં સરકાર ના પ્રતિનિધિ તરીકે રહેલા પંચાયત મંત્રી ને ફરીયાદ કરતાં મંત્રી એ પોતે સરકારના પ્રતિનિધિ ન હોવાનું કહી કોન્ટ્રાક્ટ નો સંપર્ક કરવા જણાવતાં મહાવિર સિંહ ચુડાસમાએ કોન્ટ્રાક્ટ નો ફોન પર સંપર્ક કરતા અજીત નામના કોન્ટ્રાક્ટરે મંગળવારે લાઈન આવશે તો નાખી દેશુ તેવો ઉડાઉ જવાબ આપતા તાલુકા વિકાસ અધિકારી માંગરોળ નો સંપર્ક કરી જાણ કરતા પોતે આ બાબતે અજાણ હોવાનુ જણાવી પંચાયત ને પુછીને વાત કરું છું તેમ જણાવતા આ બાબતે પ્રાંત અધિકારી કેશોદ નો સંપર્ક કરી રજૂઆત કરતા તેઓએ આ બાબતે તાલુકા વિકાસ અધિકારી માંગરોળ ને સુચના આપું છું તેવી હૈયાધારણા આપી હતી મહાવિર સિંહે જ્યાં સુધી તુટેલ લાઈન નું જોડાણ ન થાય ત્યાં સુધી તાત્કાલિક ધોરણે પ્રજાજનો અને મુંગા માલઢોર ને ટેન્કર મારફતે પીવાનું પાણી પુરૂ પાડવા વૈકલ્પિક વ્યવસ્થા માટે માંગણી કરી હતી સવારથી કરાયેલ રજૂઆતો છતાં સાંજ સુધી પીવાના પાણીની કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી નથી ભુતળમા પાણી ખારાં આને પીવા લાયક ન હોય મકતુપુર જીલ્લા પંચાયત ના સદસ્ય ના ગામમાં પ્રજા પીવાના પાણી માટે વલખા મારી રહી છે આ પ્રશ્ર્ને ગ્રામજનો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકો આ પ્રશ્ર્ને રોડ પર ઉતરી આવે તે પહેલાં તંત્ર પીવાના પાણીની વ્યવસ્થા ગોઠવે તે જરૂરી છે,,
રિપોર્ટર, વિનુભાઇ મેસવાણીયા માંગરોલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *