માંગરોળ ના પાણી પ્રશ્ર્ને માંગરોળ મામલતદાર કચેરીમાં પ્રાંત અધિકારી ની અધ્યક્ષતામાં મળેલી તાલુકા ફરીયાદ સમિતીની બેઠકમાં આમ આદમી પાર્ટીના મહાવિર સિંહ ચુડાસમાએ રજૂ કરેલ પાણી પ્રશ્ર્ને ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા ની હાજરી માં પાણી પુરવઠા બોર્ડ માંગરોળ ના નાયબ ઈજનેર પ્રજાપતિ ઉપર તડાપીટ બોલી, માંગરોળ શહેરની જરૂરિયાત કરતાં ઓછું પાણી આપતા ઉઠેલ પ્રશ્ન ના સમાધાન રૂપે પાણી પુરવઠા બોર્ડ હવે છ MLD આપવા સંમતિ દર્શાવતા શહેરનો પાણી પ્રશ્ર્ન હળવો બનશે
તાલુકા ફરીયાદ સંકલન સમિતિની બેઠક પુર્ણ થયા બાદ નગરપાલિકા કચેરી ખાતે સુધરાઈ ના વહિવટદાર તરીકે નિયુક્ત થયેલા પ્રાત અધિકારી કેશોદ સાથે આમ આદમી પાર્ટીના મહાવિર સિંહ ચુડાસમાએ કરેલ મુલાકાતમા પ્રાત અધિકારી ગરસરે આમ આદમી પાર્ટીએ શહેરના વિવિધ પ્રશ્ર્નો બાબતે કરેલ રજૂઆતો પૈકી શહેરના સમસ્ત હિન્દુ સમાજના સ્મશાન માટે મામલતદાર માંગરોળ ને જગ્યા નિમ કરવા કાર્યવાહી શરૂ કરવા સુચના આપી હોવાનું જણાવ્યું હતું ઉપરાંત જન્મ મરણ નું તમામ રેકર્ડ ડીજીટલ કરવા હુકમ કરી દીધાની માહિતી આપી હતી ઉપરાંત કાપડ બજાર નો બીસ્માર બનેલ રસ્તો એક માસમા પેચવર્ક કરવા ઉપરાંત શાકમાર્કેટ ની મરામત માટે સુધરાઈ ની સંબંધિત શાખા ને સુચના આપી સુધરાઈ ના ચિફ ઓફીસર ની ચેમ્બર બહાર તેની નેઈમ પ્લેટ તથા આરટીઆઇ એકટ મુજબ જાહેર માહિતી અધિકારી તથા પ્રથમ અપીલ અધિકારી ના નામ, હોદ્દો સરનામું અને ફોન નંબર સહિતના બોર્ડ લોકો જોઈ શકે તેવા સ્થળે લગાવવા સુચના આપી અન્ય પ્રશ્ર્નો નો પણ હકારાત્મક ઉકેલ લાવવા ખાત્રી આપી હતી પાણી પ્રશ્ને સુખદ ઉકેલ આવતા આમ આદમી પાર્ટીના મહાવિર સિંહ ચુડાસમાએ કેશોદ ના પ્રાત અધિકારી કિશન ગરસરનો માંગરોળ ની જનતા વતી આભાર માની ઉપવાસ આંદોલન મુલત્વી રાખવા જાહેરાત કરી હતી