મરીન પી આઈ સાટી સર માંગરોળ પી એસ આઇ સોલંકી મેડમ માળીયા પી એસ આઇ ચાવડા સર, ચોરવાડ પી એસ આઇ, શીલ પી એસ આઇ ઉપસ્થિત રહ્યા હતા,
વ્યાજખોરો ની ચુંગાલમાંથી ગરીબ પરિવારો ને મુક્ત કરાવવા ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ મહત્વ નિર્ણય ના ભાગરૂપે માંગરોળ મા પણ ડી વાય એસ પી કોડીયાતર સાહેબ ની અધ્યક્ષતામાં વ્યાજખોરો સામે ફરિયાદ કરવા માટે લોકદરબાર યોજાયો તેમા લોકોને આહવાન કરવામાં આવેલ હતું કે જે કોઈ પણ લોકો વ્યાજ ની ચુંગાલમાં ફસાયેલા હોય તે આગળ આવી પોલીસ મા ફરિયાદ નોંધાવે જાહેર મા અચકાતા હોય તો જે તે તાલુકા ના પી એસ આઇ, પી આઈ, તેમજ ડી વાય એસ પી સાહેબ ને ખાનગીમાં મળી ને લેખિતમાં ફરિયાદ નોંધાવે તેવુ માંગરોળ પોલીસ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું અને ફરીયાદી ને પુરતુ રક્ષણ આપવામાં આવશે અને તેમનુ નામ ગુપ્ત રાખવામાં આવશે અને કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવુ મરીન પી આઈ સાટી સર એ બાંહેધરી આપી હતી લોકો દ્વારા ખુલ્લા દિલે અનેક રજૂઆતો કરવામાં આવી હતી માંગરોળની ટ્રાફિક સમસ્યા તેમજ મુખ્ય ચોકો મા હેડ કોન્સ્ટેબલ અથવા એ એસ આઇ મુકવામાં આવે, માંગરોળ માળીયા મા અમુક જરૃરી જગ્યાએ બેરીટેક મુકવા, જરૂરી ચોકમાં સીસી ટીવી કેમેરા મુકવામાં આવે વિગેરે ઉપસ્થિત લોકો દ્વારા અનેક ફરિયાદો કરવામાં આવી હતી પોલીસ અધિકારીઓ દ્વારા સંતોષ કારક જવાબો આપવામાં આવેલ હતા અને લોકોના પ્રશ્નો ને ઉકેલવા ખાત્રી આપી હતી માંગરોળ નગરપાલિકા પ્રમુખ ઝાલાભાઇ, ભાજપ શહેર પ્રમુખ લીનેશભાઈ સોમૈયા, વિશ્વ હિન્દુ પરિષદ સોમનાથ જીલ્લા મંત્રી વિનુભાઇ મેસવાણિયા, વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી મંત્રી પ્રફુલભાઈ નાંદોલા લોએજ સરપંચ રવિભાઈ નંદાણીયા, શીલ સરપંચ જયેશભાઈ ચુડાસમા સહિત આજુબાજુ ગામના સરપંચો પત્રકારો સહિત વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આગેવાનો નુ માંગરોળ પી એસ આઇ સોલંકી મેડમ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ હતું તેમજ આભાર વિધી ચોરવાડ પી એસ આઇ ગઢવી સર દ્વારા કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ નુ સુંદર સંચાલન રમેશભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યુ હતુ,, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

