Gujarat

માંગરોળ બંદર વિસ્તારમાં આયોજન વિના થતા રોડ રસ્તાના બાંધકામ ને કારણે થતી તકલીફ બાબતે ખારવા સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું,,,

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ના બંદર વિસ્તારના આગેવાનો અને સ્થાનિકો દ્વારા મામલતદાર, ડી વાય એસપી તેમજ ચીફઓફીસર ને આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું.
બંદર ના સાગર સોસાયટી બઈ વિસ્તાર માં આડેધડ આયોજન વિના રસ્તાની કામગીરી થતા પ્રજા  બેહાલ બની છે જેથી લોકો અને વાહન ચાલકોને પણ અવર જવર કરવા હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે જે બાબતે તત્કાલીક નિરાકરણ કરવા રોષપૂર્વક આવેદન આપી રજુઆત કરાઈ
માંગરોલ બંદર પર બઇ વિસ્તારમાં લાંબા સમયથી ખોદકામ કરેલા રસ્તા મગરમચ્છ ની પીઠ જેવા થઈ ગયાછે તેના કારણે લોકોનો ઘણીવાર અકસ્માત થાયછે અને આ રસ્તાઓ નવા બનાવવા ની કામગીરીને કારણે પાણી ની લાઈનો તુટી જતા આ વિસ્તારમા પીવાના પાણી પણ બંઘ છે ત્યારે રસ્તા અને પાણીની આ ગંભીર સમસ્યા તાત્કાલિક હલ કરવા બાબત નુ માંગરોળ બંદર ના ખારવા સમાજ દ્વારા  આવેદનપત્ર માંગરોલ મામલતદાર, ઙી વાય એસ પી ,ચીફ ઓફિસર ને આપવામા આવ્યુ અને ખારવા સમાજા પટેલે જણાવ્યુ હતુ આ અમારા ઉપર પુરુ ઘ્યાન આપવામા નહી આવેતો આ આંદોલન ને બીજા તબકકામા ઉગ્ર બનાવવામા આવશે આ આવેદનપત્ર આપવામા ખારવા સમાજના પટેલ પરસોતમ ભાઇ ખોરાવા સહીત ખારવા સમાજ ના આગેવાનો તેમજ તેમજ માંગરોલ ભાજપ ના આગેવાનો વિગેરે લોકો બહોળી સંખ્યામા લોકો જોડાયા હતા,,,,
રિપોર્ટર, વિનુભાઈ મેસવાણીયા માંગરોલ,

20230508_131831.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *