Gujarat

માંગરોળ વણકર સમાજ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૩૨ મી જન્મજયંતી ની ધામધૂમ થી ઉજવણી કરાઈ.. ડીજે ના તાલે જય ભીમ ના નારા સાથે ભવ્ય રેલી કાઢવામાં આવી..  

માંગરોળ ખાતે અનુસુચિત જાતી સમાજ દ્વારા આજ રોજ બંધારણના ઘડવૈયા મહામાનવ ડો. બાબાસાહેબ આંબેડકર ની ૧૩૨ મી જન્મ જયંતિ ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી.
આ અંતર્ગત અનુસુચિત જાતિ સમાજ દ્વારા આંબેડકર ભવન થી ડીજે ના તાલે જય ભીમ ના નારાઓ સાથે ભવ્ય રેલી કાઢવામાં આવી હતી જે લીમડાચોક , જુનાબસ્ટેશન થઈ સેક્રેટરીએટ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પહોંચી તમામ લોકો દ્વારા બાબાસાહેબ ની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા.
 રેલી દરમિયાન આગેવાનો દ્વારા પાલિકા કચેરી, મામલતદાર કચેરી, પોલીસ સ્ટેશન, ડીવાયએસપી કચેરી ખાતે ડો આંબેડકરજીની છબી ને પણ હારતોરા કરવામાં આવ્યા તેમજ લીમડાચોક માં વિશ્વ હિન્દુ પરિષદ ના સોમનાથ જીલ્લા મંત્રી વિનુભાઇ મેસવાણીયા, પ્રકાશભાઈ લાલવાણી, પ્રફુલભાઇ નાંદોલા, કમલેશભાઈ ગોહેલ દ્વારા તમામ આગેવાનો નું ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યુ હતું.
સેક્રેટરીએટ ખાતે ખુબજ મોટી સંખ્યા અનુસુચિત જાતિ સમાજના તાલુકા ભરના આગેવાનો સહીત માંગરોળ ધારાસભ્ય ભગવાનજી ભાઇ કરગઠિયા સાથે રાજકીય આગેવાનો દ્વારા .ડો બાબા સાહેબ આંબેડકર પ્રતિમાને ફુલહાર કરી બાબા સાહેબ ની 132 મી જન્મ જ્યંતિ ની ઉજવણી કરાઈ આ પ્રસંગે માંગરોળ અનુસૂચિત જાતિ વણકર સમાજના આગેવાનો દ્વારા વિશ્વ વિભૂતિ મહા માનવ ડો ભીમરાવ આંબેડકર સાહેબ ની ૧૩૨ મી જન્મ જયંતીને આનંદમયી અને સફળ બનાવવા સમાજ ના તમામ લોકો અને ખાસ કરીને યુવાનોએ પોતાનુ નૈતિક ફરજ સમજી સહુ આ જન્મ જયંતિ મહોત્સવ ને મોટા તહેવાર તરીકે ઉજવવા ભવ્ય રેલીમા જોડાવવા બદલ સાથે રેલી ને સફળ બનાવવા બદલ વણકર સમાજ ના પ્રમુખ વિનુભાઇ ગોહેલ દ્વારા સૌનો આભાર માનવામા આવ્યો હતો,,,
રિપોર્ટર,, વિનુભાઇ મેસવાણીયા માંગરોળ

20230414_173202.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *