આમ આદમી પાર્ટીના મહાવિર સિંહ ચુડાસમાએ કરેલ રજૂઆત પત્રમાં માંગરોળ શહેરના પોરબંદર રોડ, કેશોદ રોડ, વેરાવળ રોડ, કામનાથ રોડ, સાપુર રોડ (કોલેજ રોડ), ટાવર રોડ, કાપડબજાર, શાક માર્કેટ રોડ, લાલપુરા રોડ, નવા બસ સ્ટેન્ડ, સોના ટોકીઝ રોડ, ટાવર ચોક, ગાય ચોગાન તરફ જતો રસ્તો, ગાંઘીચોક, રાણી બાગથી મકતુપુર દરવાજા થઈ બંદર દરવાજા સુધી જતા રોડ,જેલ રોડ, ટ્રાફિક પોઈન્ટ, માંડવી દરવાજા,માત્રી વણાંક,ધોબીવાડા રોડ, સેક્રેટરી એક પાસે, પાંજરાપોળ રોડ, ગુલઝાર ચોક થી નવાપરા તરફ જતા રોડ, નવાબસ્ટેન્ડ થી શાપુર તરફ જતા રોડ સહિતના શહેરના ભરચક્ક વિસ્તારોમાં જાહેર રોડ ઉપર ઓટલાઓ, છાપરાઓ, સીડીઓ,છુટક વેપારના થડાઓ બનાવી કરાયેલ અતિક્રમણ ના કારણે શહેરની ટ્રાફિક સમસ્યામાં વધારો થઈ રહ્યો છે આ સમસ્યા માટે માંગરોળ નગરપાલિકા જવાબદાર છે નગરપાલિકા દ્વારા રોડ ઉપર કેબીનો મુકવા, થડા બનાવવા, ઓટલા બનાવવા મામુલી ભાડેથી જગ્યાઓ ભાડે આપ્યા બાદ ત્યાં પાકી દુકાનો બનાવી લેવામાં આવી છે ગાધી ચોકમાં તો અમુક દુકાન ધારકોએ દુકાનો આગળ ચાર થી છ ફૂટ જેટલી જગ્યા માં બાંધકામ કરી દુકાનો મોટી કરી લીધી છે રોડ ઉપર દબાણ કરી વધારેલી જગ્યા વેચાણ આપવા આગાઉ સુધરાઈએ ઠરાવો કરી આપેલા જે ઠરાવો ને કલેકટર માં પડકારાતા કલેકટરે આવા ઠરાવો રદ કરવા હૂકમો કરવા છતાં દબાણો જસના તસ ઊભા છે આવા દબાણો દૂર કરવા સુધરાઈએ કોઈ તસ્દી લીધેલ નથી 2002 ની સાલમાં સમગ્ર રાજ્યમાં દબાણ હટાવ ઝુંબેશ ચાલેલી ત્યારે કેશોદ ના તત્કાલીન પ્રાંત અધિકારી ગજરેએ જીલ્લા કલેકટર ની સુચના થી ચિફ ઓફીસર, મામલતદાર, સીટી સર્વે સહિતના અધિકારીઓ ને સાથે પુરતો પોલીસ બંદોબસ્ત રાખી માંગરોળ માં સુધરાઈએ જુદા જુદા રોડ પર જગ્યાઓ ભાડે આપવા આગાઉ કરેલ તમામ ઠરાવો રદ્ કરી તેને દબાણો જાહેર કરી તેને દુર કરવા સતત ત્રણ દિવસ સુધી ઝૂંબેશ ચલાવી અનેક દબાણો દુર કર્યા હતા અને તેની વિડીયો ગ્રાફી પણ કરી હતી શહેરના અંદર ગાળે ના દબાણો દુર કરાય તે પહેલાં આ ઝુંબેશ અટકી ગઈ હતી આવા દુર કરાયેલા દબાણો વાળી જગ્યાઓ ઉપર સુધરાઈની મીઠી નઝર હેઠળ ફરી દબાણો થઈ ગયા છે સુધરાઈએ કરેલ ભાડાના ઠરાવો કલેક્ટર દ્વારા રદ્ કરાયા હોવા છતાં દબાણ હટાવ ઝુંબેશ માં બાકી રહી ગયેલા દબાણો વાળી જગ્યાઓ ના ભાડાં હજુ પણ સુધરાઈ ઉધરાવી પહોંચો આપી રહી છે અને આ રીતે કલેકટર ના ઠરાવો રદ્ કરવાના હુકમનો અનાદર કરવામાં આવી રહ્યો છે છતાં વહીવટી તંત્ર ચૂપ બેઠું છે દિવસે દિવસે શહેરમાં વસ્તિ અને ટુ વ્હીલરો સહિતના વાહનો વધવાથી ટ્રાફિક સમસ્યા વકરી રહી છે શહેરના રસ્તાઓ ટુંકા પડી રહયા છે ત્યારે તેમા આવા જાહેર રોડ પર કરાયેલા દબાણો તેને વિકટ બનાવી રહ્યા છે સવારના ભાગે બંદર દરવાજા થી લુહાર વાડા થઈ ગુલઝાર ચોક સુધી ના રસ્તા ઉપર પગ મુકવાની જગ્યા ન હોય તેટલો ટ્રાફિક કાયમ થાય છે શહેરની ટ્રાફિક સમસ્યા દિન પ્રતિદિન વિકરાળ થતી જાય છે ત્યારે આવા સંજોગોમાં આ સમસ્યા નાં ઉકેલો પૈકી નાં એક ઉકેલ તરીકે શહેરના તમામ જાહેર રાજમાર્ગો ઉપર થયેલા આવા દબાણો દુર કરી સાંકડા બની ગયેલ રસ્તાઓને પહોળા કરવા શહેરની પ્રજાના હિતમાં તંત્ર દ્વારા તુરંત થી કાર્યવાહી કરવા આમ આદમી પાર્ટી એ પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર ભાવનગર, મ્યુનિસિપલ કમિશનર ગાંધીનગર, અગ્ર સચિવ શહેરી વિકાસ વિભાગ ગાંધીનગર, જીલ્લા કલેકટર જૂનાગઢ, વહીવટદાર અને પ્રાંત અધિકારી કેશોદ, જુનાગઢ જીલ્લા પ્રભારી મંત્રી રાધવજી પટેલ, ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા સહિતનાઓને પત્ર પાઠવી રજૂઆત કરી છે,,
|
ReplyReply allForward
|
