માંગરોળ શહેરની સીટી સર્વે કચેરી માં નોંધાયેલ નવેક હજાર જેટલી મીલ્કતો ની ફેરફાર નોંધો, માપણી, અપીલો, રીમાન્ડ કેશો,કોર્ટ કેસો, પ્રોપર્ટી કાર્ડ ની નકલો, એસ.આઈ પેટરોની નકલો,નકસાની નકલો, ઠરાવો ની નકલો ટીપ્પણની નકલો મેળવવાની અરજીઓ સહિતની વિવિધ કામગીરી માટે બે મેન્ટેનન્સ સર્વેયરો અને બે પીયુન નું મહેકમ મંજૂર થયેલ છે જેમાં એક સર્વેયર ની જગ્યા લાંબા સમયથી ખાલી છે જ્યારે બે પીયુનની જગ્યાઓ રદ કરી આઉટ સોર્સિગથી થી એક નિયુક્તિ કરાઈ છે ઉપરાંત સહેર તથા ગ્રામ્ય બીન ખેતી થયેલી સોસાયટીઓને પણ સીટી સર્વે કચેરી માં સમાવી લેવાતા આવી પાચેક હજાર પ્લોટો વાળી મિલ્કતો ની વધારાની કામગીરીનો વધારાનો વર્ક લોડ રહેતો હોય વિવિધ કામગીરી લગતની અરજીઓના થપ્પા લાગ્યા છે તેવા સમયે ફરજ પર રહેલા એક માત્ર સર્વેયર ને ગાંધીનગર એક વિકની તાલીમમાં જવાનું થયા બાદ પરત આવતા તેનો રીસર્વેની માપણીની કામગીરી માટે ઓર્ડર થતાં તેનો ચાર્જમાં વંથલી ના મેન્ટેનન્સ સર્વેયર એ.પી.જોશીને અઠવાડિયામાં એક દિવસ ગુરૂવાર માંગરોળ માટે ફાળવતો ઓર્ડર થતાં આજે દસ દિવસ બાદ આ ઈન ચાર્જ સર્વેયર એ.પી. જોશી કચેરી સમય શરૂ થયાના સવા બે કલાક બાદ બાદ માંગરોળ કચેરીએ આવી માંગરોળ કચેરીના કોમ્પ્યુટર ઉપર માંગરોળ કચેરીની પેન્ડીગ રહેલ ઓન લાઈન ફેરફાર નોંધો દાખલ કરવાને બદલે વંથલી કચેરીની પેન્ડીગ નોંધો નુ કામ કરી સાંજના પોણા પાંચ કલાકે ચાલ્યા જતા અત્રેની કચેરીએ છેલ્લા એક માસથી પેન્ડીગ રહેલ સો જેટલી ફેરફાર નોંધોની ફાઇલો તથા આટલી જ મીલ્કત માપણી ની અરજીઓની કામગીરી વધુ એક વિક સુધી લંબાઈ જવા પામેલ છે..
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ
