Gujarat

માઇક્રોબાયોલોજી, પેથોલોજી અને બાયોકેમેસ્ટ્રી વિભાગમાં લાખો રૂપિયાના મશીનો ઉપલબ્ધ                                                     

જૂનાગઢ સિવિલ હોસ્પિટલના લેબોલેટરીના માઇક્રોબાયોલોજી, પેથોલોજી અને બાયોકેમેસ્ટ્રી વિભાગ દ્વારા વિવિધ ૯૦ પ્રકારના રીપોર્ટ તૈયાર કરવામાં આવે છે. દરરોજના ૧૦૦૦થી વધુ રીપોર્ટ તૈયાર કરવામાં આવે છે. લેબોલેટરી વિભાગમાં લાખો રૂપિયાના મશીનો ઉપલબ્ધ છે. જે ખાનગી હોસ્પિટલમાં હજારોના થતા રીપોર્ટ સિવિલ હોસ્પિટલમાં વિના મૂલ્યે આપવામાં આવે છે.

        સરકારી હોસ્પિટલોમાં આવતા દર્દીઓને પુરતી સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.નયના લકુમ, ઇન્ચાર્જ ડૉ. કનવી વાણીયા અને સિવિલ સર્જન ડો.પાલા લાખણોત્રાના માર્ગદર્શન હેઠળ લેબોલેટરીમાં રોજના ૧૦૦૦થી વધુ રીપોર્ટ તૈયાર કરવામાં આવે છે.

        સિવિલ હોસ્પિટલના લેબોલેટરીના માઇક્રોબાયોલોજી, પેથોલોજી અને બાયોકેમેસ્ટ્રી  વિભાગના એચ.ઓ.ડી. ઇન્ચાર્જ ડૉ. રૂપલ ત્યાગી એ જણાવેલ કે, આ હોસ્પિટલમાં વિવિધ ૯૦ પ્રકારના રીપોર્ટ તૈયાર કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને કેન્સર(ગાંઠની તપાસનો રીપોર્ટ), ટીબી, થાઇરોડ, સીબીસી, સીઆરપી, આરએફટી, ડી-ડાયમર, લાઇપેઝ, ટ્રોપોનીન આઇ, સીકે-એમબી સહિતના વિવિધ ૯૦ પ્રકારના રીપોર્ટ તૈયાર કરવામાં આવે છે.

        તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ અને જેતપુર, ઉપલેટા સહિતના વિસ્તારોમાંથી લોકો સારવાર લેવા માટે આવે છે. ત્યારે માઇક્રોબાયોલોજી, પેથોલોજી અને બાયોકેમેસ્ટ્રી વિભાગ દ્વારા વિવિધ પ્રકારના રીપોર્ટ તૈયાર કરવામાં આવે છે. દરરોજના ૧૦૦૦થી વધુ રીપોર્ટ તૈયાર કરી દર્દીઓને આપવામાં આવે છે.

Civil-hospital-leb1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *