Gujarat

માઈગ્રેટ શ્રમિકોના બાળકોને રસીકરણ હેઠળ આવરી લેવા માટે નિર્દેશ      

જૂનાગઢ જિલ્લામાં ૦ થી ૫ વર્ષનો એક પણ બાળક ‘દો બૂંદ’ થી વંચિત ન રહે તે માટે સવિશેષ તંત્ર દ્વારા આયોજન ઘઢી કાઢવામાં આવ્યું છે. જે મુજબ સમગ્ર જિલ્લામાં વસ્તીના પ્રમાણેના અંદાજ મુજબ ૧.૦૪ લાખ બાળકોને પોલીયોની રસી પિવડાવી બિમારી સામે રક્ષિત કરવામાં આવશે.

તા.૨૮મી મે- પોલીયો રવિવારેના રોજ આ મહાઅભિયાનમાં જિલ્લામાં ૭૬૨ બૂથ પર પોલીયોની રસી પિવડાવવામાં આવશે. તેમજ છૂટછવાયા વાડી અને નેસ વિસ્તારમાં પણ ૩૧ મોબાઈલ બૂથ દ્વારા બાળકોને પોલીયોને રસી પીવડાવવામાં આવશે. ઉપરાંત એક પણ બાળક પોલીયોની રસીથી વંચિત ન રહે તે માટે રેલવે સ્ટેશન, એસ.ટી. બસ સ્ટેશન, મોટા મંદિરો, મેળા બજારો જેવા જાહેર સ્થળોએ ૩૯ જેટલા ટ્રાન્ઝીટ બૂથ પણ ઉભા કરવામાં આવશે.

સમગ્ર જિલ્લામાં એક પણ બાળક પોલીયોની રસી લીધા વિના છૂટી ન જાય તે માટે તા.૨૮ મે- પોલીસ રવિવારના બૂથ પર રસીકરણ બાદ તા.૨૯ અને ૩૦ મેના રોજ હાઉસ-ટુ-હાઉસ આરોગ્ય કર્મીઓની ટીમ બાળકોને રસી મળ્યાની ખાત્રી કરશે અને કોઈ બાળક રસી ન લીધા હોવાનું સામે આવશે, તો તુરંત બાળકને રસી આપવામાં આવશે. ઉપરાંત અમુક વિસ્તારમાં તંત્ર દ્વારા આગોતરૂ રસીકરણ અભિયાન પણ ચલાવવામાં આવશે.

કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખના સીધા માર્ગદર્શનમાં પલ્સ પોલીયો રસીકરણ અભિયાનનુ આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. આ રસીકરણ અભિયાનને સફળ બનાવવા માટે ૫૬૧ આરોગ્ય કર્મી, ૬૬૩ આંગણવાડી કાર્યકર-હેલ્પર બહેનો, ૯૯૯ આશા બહેનો તથા સેવાકીય સંસ્થાના ૧૫૯ જેટલા સ્વયં સેવકો મળીને કુલ-૨૩૮૨ જેટલા કર્મયોગીઓની ૧૧૭૫ ટીમની રચના કરવામાં આવી છે. ઉપરાત બૂથ ઉપર રસી પહોંચતી કરવા માટે ૧૧૭ રૂટ નિર્ધારિત કરવામાં આવ્યાં છે.  આ માટે ૧૧૭ જેટલા ઝોનલ સુપરવાઈઝર રસીકરણની કામગીરીનુ સુપરવિઝન કરશે.

કલેક્ટર કચેરી ખાતે ઉક્ત આયોજનના સંદર્ભેની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખે માઈગ્રેટ ખેત મજૂર અને બાંધકામ સાઈટ પર શ્રમિકનો બાળકોને પોલીસની રસીથી રક્ષિત કરવામાં આવે તે માટે સૂચના આપી હતી. ઉપરાંત તેમણે રસીકરણ અભિયાનને સફળ બનાવવા માટે સ્થાનિક પદાધિકારી-આગેવાનોને સાથે રાખીને કામગીરી કરવા માટે પણ જણાવ્યું હતું.

આ પોલીયો રસીકરણ અભિયાનના રાઉન્ડમાં નજીકના પોલીયો બૂથ પર દરેક વાલીઓ પોતાના ૦ થી ૫ વર્ષના બાળકને પોલીયોના રોગ સામે રક્ષણ આપવા માટે પોલીયોની રસી અચૂક પીવડાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ પણ કરવામાં આવ્યો છે. ઉપરાંત બાળકને અગાઉ ગમે તેટલી વખત પોલીયોની રસી પીવડાવી હોય તો પણ અને બાળક સામાન્ય બિમાર હોય તો પણ બાળકને પોલીયોની રસી અચૂક પીવડવવા માટે અનુરોધ કરવામાં આવે છે.

પોલીયો રસીકરણની કામગીરી સુચારૂ રીતે થઈ શકે તે માટે જિલ્લા કક્ષાનો કન્ટ્રોલ રૂમ તા.૨૭-૦૫-૨૦૨૩ થી તા.૩૦-૦૫-૨૦૨૩ દરમિયાન કાર્યરત રહેશે. કોઈ પ્રશ્ન કે મુંજવણ માટે ફોન નંબર ૦૨૮૫૨૬૩૩૧૩૧ પર સંપર્ક કરવાનો રહેશે.

ઉલ્લેખનીય છે કે, સતત ત્રણ વર્ષ સુધી ભારતમાં પોલીયો એક પણ કેસ ન નોંધાયો હોવાથી ભારતને  વર્ષ-૨૦૧૪માં વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પોલીયો મુક્ત જાહેર કરવામાં આવ્યું હતું. હાલ અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને આફ્રિકાના કેટલાંક દેશોમાં પોલીયોના કેસ જોવા મળી રહ્યા છે. જેથી ભારતમાં તકેદારીના ભાગરૂપે પોલીયોનો પ્રવેશ ન થાય તે માટે પલ્સ પોલીયો રસીકરણ અભિયાન ચલાવાવમાં આવી રહ્યું છે.

આ બેઠકમાં ઈન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શિલ્પા જાવિયા, આર.સી.એચ.ઓ ડો.એમ.આર. સુતરીયા, પ્રાંત અધિકારી ભૂમિ કેશવાલા, નિશાબા ચુડાસમા, રીના ચૌધરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Poliyo-meetting2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *