– વેરાવળ ના નામાંકિત ડો.અતુલભાઇ ચગના રહસ્યમય મૃત્યુ અંગે જવાબદાર સામે કડક કાર્યવાહીની માંગ.
ભાસ્કર ન્યૂઝ |
માણાવદરમાં લોહાણા મહાજન સમાજ દ્વારા આજરોજ માણાવદર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે તાજેતરમાં વેરાવળના નામાંકિત ડો.અતુલભાઈ ચગે પોતાની હોસ્પિટલમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો અને તેમની સુસાઇડ નોટમાં બે રાજકીય નામો હોવાનું સામે આવ્યું હતું.
આ સુસાઇડ નોટમાં ડો. અતુલભાઈ ચગની મોટી રકમ લેણી હોવાનું અને તે રકમ નારણભાઈ અને રાજેશભાઈ ચુડાસમા પાસેથી હોય આ અંગે તાજેતરમાં ડો. રૂપાપરાએ પણ નિવેદન આપ્યું હતું ત્યારે તેનું પણ નિવેદન લેવા અમારી માગણી છે ઉપરાંત જે રાજકીય આગેવાનો સંડોવાયેલ હોઈ તેમાં કોઈ ને શેહ શરમ વગર કડક તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી. આ આવેદનપત્રમાં માણાવદર લોહાણા સમાજ ના ગીરીશભાઈ સૌમેયા, અનિલભાઈ ગાથા, કિશોરભાઈ ખગ્રામ સહિતના આગેવાનો જોડાયા હતા.
તસ્વીર – અહેવાલ – દિપક રાજા – માણાવદર


