ગીર ગાયનું સંવર્ધન કરતું માણાવદર તાલુકાનું એકમાત્ર કેન્દ્ર માણાવદરનું “અનસુયા ગૌધામ” સેવા ક્ષેત્રે જે નિસ્વાર્થ ભાવે આગળ વધી રહ્યું છે તે જોઈને ગુજરાતના સંતો ઘણા પ્રભાવિત થઈ રહ્યા છે અને આ કેન્દ્રની મુલાકાત લઈ રહ્યા છે આ કેન્દ્રમાં શરૂઆતમાં 40 ગીર ગાયો હતી જેની સંખ્યા હાલ 156ની થઈ છે.
વિશેષ તો એ કે આ વિસ્તારમાં રખડતી રેઢીયાળ ગાયો માટે સ્વખર્ચે હિતેનભાઈ શેઠ અને મેઘનાબેન શેઠે અલગથી ખાનગી જગ્યા રાખી તેની સેવા બે ડોક્ટરોની સતત દેખભાળથી થાય છે. સંતો મહંતો આ અનસુયા ગૌધામની મુલાકાતે આવી રહ્યા છે અને મુંબઈમાં કારોબાર છોડી ગાયોની સેવા કાજે માણાવદર આવી વસેલા હિતેનભાઈ તથા મેઘનાબેન શેઠે પોતાનું જીવન કૃતાર્થ કરવા ગાયોની સેવા પાછળ નાની ઉંમરમાં જ જિંદગી ગાળવાનું શરૂ કર્યું છે.
અનસુયા ગૌધામની કીર્તિના કળશ ગુજરાતના સંતો મહંતો માટે ઢોળાતા આજરોજ બીએપીએસ સ્વામિનારાયણ અક્ષર મંદિર ગોંડલના સંતો પૂજ્ય.અરુણીભગત તથા સ્વામી અમૃતતિલક આ કેન્દ્રની મુલાકાત લીધી હતી અને મુંબઈની કમાણી માણાવદરના આ ગૌધામ પાછળ વાપરવા બદલ હિતેન શેઠનું જાહેર સન્માન કર્યું હતું તેના પ્રતિભાવમાં હિતેનભાઈ એ પણ બંને સંતોના સન્માન કરી પોતે વધારે ગાયોની સેવા કરી જીવન વિતાવે એવા આશીર્વાદ માગતા સંતોએ આશીર્વાદ આપ્યા હતા આ ગૌધામ તરફથી દરેક ગરીબોને રોજ છાશ દૂધ મફત આપવામાં આવે છે એ પણ એક સેવા જ ગણાય છે આ સેવામાં માતૃશ્રી અનસુયાબેન શેઠ તથા ધર્મપત્ની મેઘના શેઠનો ફાળો મહત્વનો ગણાય છે
તસ્વીર- અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર


