માણાવદર શૈશવ સ્કૂલમાં 74 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં માણાવદર નગરપાલિકાના પ્રમુખ પુષ્પાબેન ગોર, ઉપપ્રમુખ પૂજાબેન દિલીપભાઈ રાડા, વોર્ડ નંબર એકના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અને નગરપાલિકાના પ્રમુખના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું
આ તકે માણાવદર નગરપાલિકાના પ્રમુખ પુષ્પાબેન ગોરનું શાળાના મેનેજિંગ ટ્રસ્ટી સંજયભાઈ લાખાણી દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે રિટાઇડ આર્મી જવાનોનું શાળા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ધ્વજવંદન સાથે શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવેલા હતા જેમાં સ્કૂલના ધોરણ પાંચ થી 10 ના અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમના 250 જેટલા બાળકોએ ભાગ લીધો હતો જેમાં દેશભક્તિ ગીતના ડાન્સ, દેશભક્તિ ગીત, પિરામિડ વગેરે જેવી અલગ અલગ કૃતિઓ બાળકો દ્વારા રજુ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી સંજયભાઈ લાખાણી, શાળાના પ્રિન્સિપાલ જ્યોત્સનાબેન ભલાણી, અમિતભાઈ પાઘડા તેમજ શાળા સ્ટાફ પરિવાર દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
તસવીર – જયદીપ બરવાડીયા
અહેવાલ- જીગ્નેશ પટેલ માણાવદર


