ભરત ગંગદેવ
. હિરણ 2 સિંચાઈ યોજના માં ચાલતા યાંત્રિકની કામગીરી જેમાં હોસ્ટિંગ પ્લેટફોર્મનું કામ પૂર્ણ કરવામાં આવેલું છે અને રેડિયમ ગેટના મજબુતિકરણ અને મોડીફીકેશનની કામગીરી ચાલુ કરવાની થાય છે અને જે ચોમાસા પહેલા પૂર્ણ કરવા સૂચના કરવામાં આવેલી છે આગામી 20 એપ્રિલ સુધીમાં સિંચાઈનું પાણી પૂર્ણ કરી અને યાંત્રિકના કામો કરવા માટે સલામતી સ્ટેજ સુધી પહોંચી જવાય ચોમાસા પહેલા એવું આયોજન પણ કરવામાં આવેલું છે
અને ડેમના ઇન્સ્પેક્શન બંગલા ઉપર ગીરસોમનાથ અને જુનાગઢ જીલ્લાના તમામ અધિકારીશ્રીઓ સાથે સમિક્ષા બેઠક યોજવામા આવી હતી.કાર્યપાલક ઇજનેર ગીર સોમનાથ સિંચાઈ વિભાગ એ.પી.કલસરિયા અને કાર્યપાલક ઇજનેર જુનાગઢ સિંચાઈ યોજના વિભાગ એચ. કે.ઉકાણી, નાયબ કાર્યપાલક ઇજનેર આર.કે.સામાણી, યુ.વી.રાખસીયા, મદદનીશ ઇજનેર નિર્મળ સિંધલ, સિદ્ધાર્થ ગાધે, નરેન્દ્ર પિઠીયા,પંપાણીયાભાઈ, નકુભાઈ વગેરે હાજર રહ્યા હતા.
આ બેઠકમા ગીર સોમનાથ જિલ્લામાં અને જુનાગઢ જીલ્લાના સુજલામ સુફલામ જલ અભિયાન 23 માં આયોજન કરવામાં આવેલા કામો અંગે અને માસ્ટરપ્લાન અંગે સમિક્ષા કરવામાં આવેલ છે.માન.મંત્રીશ્રી દ્વારા ભારપુવઁક જણાવેલ છે કે રજુઆત મુજબના ચેકડેમ રીપેરીંગ કરવા , ચેકડેમમાંથી માટી કાપ કાઢવા અને જળાશયોના રિઝર્વ એરિયામાંથી માટી કાપ કાઢવા, દરિયાકાંઠા પર આવેલા બંધારા-વેસ્ટ વીયર રીપેરીંગ કરવા, ભરતી નિયંત્રણ યોજના/ટાઇટલ રેગ્યુલેટર ના મરામતના કામ, ડેમના માટીપાળામાં જંગલ કટીંગ અને સાફ-સફાઈ મરામતની કામગીરી, નદીકાંઠા/ બેન્ક પ્રોટેક્શનના કામો વગેરે વધુમા વધુ કામો પુણઁ કરવા સુચન કરેલ છે. વધુમા શ્રીમતિ રામીબેન વાજા , પ્રમુખ જિલ્લા પંચાયત ગીરસોમનાથ દ્વારા પણ વેરાવળ તાલુકાની અમુક છીછરી નદી – છીછરા વોકળા ઊંડી ઉતારવાના કામો માસ્ટર પ્લાનમાં સમાવેશ કરવામાં આવેલા કામોને વહેલી તકે ચાલુ કરાવી અને સમય મર્યાદામાં પૂર્ણ કરવા માન.મંત્રી ને ભલામણ કરેલ છે. માન.મંત્રી દ્વારા સુજલામ સુફલામ જલ અભિયાનના આયોજન કરેલા માસ્ટરપ્લાનને ટૂંક સમયમાં વહીવટી મંજૂરી આપવામાં આવશે.તેમજ આયોજન મુજબના કામો સમય મર્યાદામાં અને ગુણવત્તા યુક્ત કામ થાય તે અંગે પણ માન.મંત્રી દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.તેમજ માન્ન. મંત્રીશ્રી દ્વારા જે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ચેકડેમ રીપેરીંગ ના કામો 80 : 20 ના ધોરણે કરવા ઉત્સુક હોય તેવી સંસ્થાઓને દરેક જિલ્લાઓમાં પણ ચેકડેમ રીપેરીંગના કામો આપવામાં આવશે એની ક્ષમતા પ્રમાણેનું આયોજન કરવામાં આવશે એના નક્કી કરેલા ધારા ધોરણ મુજબ દરેક સ્વૈચ્છિક સંસ્થાઓએ કામ કરે એવું આયોજન કરવામાં આવેલું છે.
તેમજ માન.મંત્રી કાયાઁલયને મળેલ જુનાગઢ અને ગીરસોમનાથના સ્થાનિક આગેવાનો અને લોકો દ્વારા કરવામા આવેલ રજુઆતોનો પણ યોગ્ય નિકાલ કરવા સુચના આપેલ છે. આ તકે માન. મંત્રીશ્રી સમક્ષ રૂબરૂ રજુઆતકતાઁ એ પણ રજુઆત કરેલ છે જેમને પણ યોગ્ય ઉકેલ કરવા ખાતરી આપેલ છે.


