બોડેલીના અલીપુરા સ્થિત જેસીટી ગ્રુપ સંચાલિત માય શાનેન સ્કૂલ,બોડેલી ખાતે આજે શાળાના વિદ્યાર્થીઓનાં એન્યુઅલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી ના જાણીતા ઓર્થોપેડિક ડોક્ટર રાકેશ રાઠવા ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી ત્યારે જેસીટી ગ્રુપના ચેરમેન લોકેન્દ્રસિંહ વાંસદીયા, ટ્રસ્ટી સંજયસિંહ રાજ પરમાર, નારાયણસિંહ વાંસદીયા, અલીપુરા નાં અગ્રણીઓ અજીતસિંહ લાકોડ, વિઠ્ઠલભાઈ રાઠવા તેમજ વાલી મિત્રો સાથે શાળાના હેડ વૈદેહી પ્રિન્સિપાલ હાર્દિક ભાઈ આશિષભાઈ અને શાળા પરિવાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્પોર્ટ્સ ડે ના પ્રારંભે સ્પોર્ટ્સ મસાલ પ્રજવલિત કરી ઉપસ્થિત અગ્રણીઓએ સ્પોર્ટસ ડે ને ખુલ્લો મુક્યો હતો.
આજના સ્પોર્ટસ ડે ની ઉજવણી અંતર્ગત શાળાના ગુજરાતી તેમજ અંગ્રેજી એમ બંને માધ્યમના પ્લે ગ્રુપ થી લઈ ધોરણ 10 સુધીના 400 ઉપરાંત બાળકોએ જુદી જુદી રમતો માં ઉત્સાહભેર ભાગ લઈ પોતાની રમતો રજૂ કરી નાના ભૂલકાઓએ મહાનુભાવોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
રમત ગમત નાં અંતે વિવિધ રમતોમાં ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી ભાઈ બહેનોને મહાનુભાવોનાં હસ્તે મેડલ, શીલ્ડ તેમજ પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


