ગૌમાતા ને રાષ્ટ્રીય સન્માન આપવા ઘણા વર્ષો થી ગાંધી ચિંધ્યા માર્ગે લડત કરતા ગૌપ્રેમી અર્જુન આંબલીયા એ સરકાર ને વિનંતી કરી કે મારા ગૌભક્તો ના મોબાઈલ પરત આપી દો એ કોઈ આંતકવાદી નથી.
તેઓ એ ગૌમાતા ને રાષ્ટ્રીય સન્માન આપવા માટે 600 વધારે દિવસ દિલ્લી , જંતર મંતર પર ધરણા કર્યા હતા. સરકારો સાથે મિટિંગો બાદ પણ મુદ્દા નો હલ ના થતાં અંતે ઓગાણીશ ગૌભક્તો એ જેસર ના કરલા ગામે સ્કૂલમાં ઘુસી ને આત્મવિલોપન ની ચીમકી આપી તે દરમિયાન ત્યારે ઘણા બધા રાજકીય આગેવાનો ત્યા દોડી આવ્યા અને એનો મુદ્દો પૂરો કરવા આશ્વાસન આપ્યું અંતે ત્યા ના ભાજપ ના પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી એ ગૌભક્તો ને લેખિત ખાત્રી આપી કે હુ તમારા મુદ્દા નો પ્રસ્તાવ આવતા વિધાનસભા સત્ર માં રજુ કરીશ એટલે સુખદ સમાધાન થયું પણ એમાં બન્યું એવુ કે ગૌભક્તો બહાર નીકળ્યા ની સાથે જ એમના પર ગંભીર ગુન્હાઓ ની કલમો લગાડી તમામ ગૌભક્તો ને 31 દિવસ જેલમાં બંધ કરી દેવામાં આવ્યા અને તમામ ના મોબાઈલ પોલીસ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યા આજે 5 મહિના વીતી ગયા છતાં એમના મોબાઈલ પરત આપવામાં નથી આવ્યા માટે એમના દ્વારા આજે ગૃહ મંત્રી ને પત્ર લખી કહેવામાં આવ્યું કે ગૌભક્તો કોઈ આંતકવાદી નથી બધા સામાન્ય પરિવાર માંથી છે માટે મારી વિનંતી છે કે તપાસ કરવામાં એટલો સમય ના હોય એમના મોબાઈલ પોલીસ પાસે થી પરત અપાવી દો..
રીપોર્ટર – દિપક રાજા – માણાવદર


