( બાબરા લાઠીના ધારાસભ્ય જનક તળાવીયાએ વિધાર્થીને અભિનંદન પાઠવ્યા હતા )
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના નાનકડા એવા માલવિયા પીપરીયા ગામનાં ખેડૂત વિપુલભાઈ માલવીયાનો પુત્ર હર્ષ ધોરણ 12 (સાયન્સ) વર્ષ 2023ની ગુજકેટની પરીક્ષામાં P.R. 99.99 માર્ક્સ પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાતમાં સ્થાન પ્રાપ્ત કરીને માલાવી પીપરીયા ગામ તેમજ લાઠી તાલુકા અને સમગ્ર અમરેલી જિલ્લાનું ગૌરવ વધારતા, હર્ષ વિપુલભાઈ માલવીયાને લાઠી બાબરા દામનગર વિસ્તારના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા. તેમજ ભવિષ્યમાં અભ્યાસ અર્થે ઉતરોતર પ્રગતિ કરી માલવીયા પીપરીયા ગામ તેમજ તાલુકા અને અમરેલી જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
રીપોર્ટ : આદીલખાન પઠાણ ( બાબરા )