Gujarat

માળિયાહાટીના આઇ.ટી.આઇ. ખાતે તા.૨૭ના ભરતી મેળો યોજાશે

જૂનાગઢ જિલ્લાનાં ઉત્સાહી અને ઉર્જાવાન રોજગાર ઇચ્છુકોને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર જિલ્લાનાં ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય  એકમ મીંડારીકા પ્રા.લી. (ગ્રુપ ઓફ મીંડા)-દેત્રોજા અમદાવાદ ખાતે ખાલી પડેલ વિવિધ જગ્યાઓ માટે ૧૮ થી ૨૮ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાને અનુરૂપ એસ.એસ.સી. અથવા એચ.એસ.સી. કે આઇ.ટી.આઇ. શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગાર ઇચ્છુકો માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતીમેળાનું આયોજન  જિલ્લા રોજગાર   વિનિમય  કચેરી જૂનાગઢ તથા આઇ.ટી.આઇ. માળિયાહાટીના સંયુક્ત ઉપક્રમે આઇ.ટી.આઇ. કેમ્પસ માળિયાહાટીના ખાતે તા.૨૭/૦૧/૨૦૨૩ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે કરવામાં આવેલ છે.

પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો  તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત છે.અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signupપરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી,જૂનાગઢ ના કોલસેન્ટર નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ મારફત સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *