મીની ટ્રેક્ટરની ટ્રોલી અને સનેડાની ખરીદીમાં સબસીડી આપવાનો નિર્ણય લેવાતા સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા.
દિપક કનૈયા બાબરા
ગુજરાત સરકાર માં વિધાનસભાનું સત્ર શરૂ હોય તેમાં સરકારશ્રી માં મીની ટ્રેક્ટરની ટ્રોલી તેમજ સનેડાની ખરીદી કરવામાં સબસીડી આપવાની યોજનામાં સમાવેશ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂતોના હિતમાં સરકાર દ્વારા આ બાબતને ધ્યાનને લઈ તાત્કાલિક ધોરણે 1લી એપ્રિલથી મીની ટ્રેક્ટરની ટ્રોલી તેમજ સનેડાની ખરીદી પર સબસીડી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તેમજ પહેલા ટ્રેક્ટરની ખરીદીમાં ડ્રો સિસ્ટમથી સબસીડી આપવામાં આવતી હતી. જે સિસ્ટમ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ખેડુતોના હિતમાં નિર્ણય લેવાતા લાઠી બાબરા દામનગર વિસ્તારની જનતા દ્વારા આ નિર્ણયને આવકારાતા ધારાસભ્યશ્રી જનકભાઇ તળાવીયા દ્રારા આદરણીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ સરકારશ્રીનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.


