Gujarat

મુખ્યમંત્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે જૂનાગઢ શહેરનો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૪ મે ના  યોજાશે

મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં જૂનાગઢ શહેર માટે તા.૨૪/૦૫/૨૦૨૩ના સવારે ૧૧ કલાકે મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કચેરી, તાલુકા સેવા સદન સરદારબાગ, જૂનાગઢ ખાતે યોજાનાર કાર્યક્રમ માટે જૂનાગઢ શહેરકક્ષાના પ્રશ્નો/ફરિયાદો તા.૧૦/૦૫/૨૦૨૩ સુધીમાં તાલુકા મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટ, જૂનાગઢ શહેર ને પહોંચતા કરવા સંબંધકર્તા લોકોને વિનંતી કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં કોઈપણ અરજદારને અરજી કરતાં પહેલાં શહેરી વિસ્તારનો પ્રશ્ન હોય તો સીટી તલાટી શ્રીને પ્રથમ અરજી કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણિત હોય. તાલુકા કક્ષાનો પ્રશ્નો હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રશ્ન અંગે લેખિતમાં રજૂઆત કરેલી હોવી જોઈએ અને તે અનિર્ણિત હોય. આ કાર્યક્રમમાં રજૂ થતાં પ્રશ્નો શહેર કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા હોવા જોઇએ. અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નના આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે. અરજદાર એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે સામૂહિક રજૂઆતો થઈ શકશે નહીં

 આ કાર્યક્રમમાં મુદત બાદની અરજીઓ અસ્પષ્ટ રજૂઆત વાળી અરજીઓ, એક કરતાં વધુ વિભાગ કચેરીના પ્રશ્નો, સુવાચ્ય ન હોય તેવી અરજીઓ, નામ સરનામા વગરની અરજીઓ, વ્યક્તિગત આક્ષેપો વાળી અરજીઓ, નીતિવિષયક પ્રશ્નો, ચાલુ સરકારી કર્મચારીને સેવા વિષયક પ્રશ્નો, કોર્ટ મેટર દીવાની પ્રકારની ખાનગી તકરારો અપીલ થવા પાત્ર કેસોવાળી અરજીઓ, અરજદારને  તેમને સ્વયં સ્પર્શતા ન હોય તેવા પ્રશ્નો, અરજદારે તેમની રજૂઆત અંગે સંબંધિત કચેરી/ ખાતા નો એકવાર પણ સંપર્ક કર્યા સિવાય પ્રથમ વખત સીધા જ આ કાર્યક્રમમાં રજૂ કરેલ પ્રશ્નો, અગાઉના સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયેલ પ્રશ્નો રજૂ થઈ શકશે નહીં એમ જૂનાગઢ શહેર મામલતદારની એક અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *