Gujarat

મુખ્યમંત્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે માણાવદર તાલુકા સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

ગુજરાત રાજ્ય તરફથી તાલુકા કક્ષાના પ્રશ્નોના નિકાલ/ઉકેલ માટે લોકોએ તેમની ફરિયાદ રજૂ કરવા માટે ઉચ્ચ કક્ષાએ-ગાંધીનગર/જિલ્લા કક્ષા સુધી જવું ન પડે તે માટે તાલુકા કક્ષાએ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત જાન્યુઆરી-૨૦૨૩ માસનો તા.૨૫/૦૧/૨૦૨૩ના રોજ યોજાનાર કાર્યક્રમ માટેના તાલુકા કક્ષાના પ્રશ્નો-ફરિયાદ તા.૧૦/૦૧/૨૦૨૩ સુધીમાં સંબંધીત શાખા-વિભાગોની સંબંધકર્તાની તાલુકા કક્ષાની કચેરીના વડાને પહોંચતા કરવા સંબંધકર્તા લોકોને વિનંતી કરવામાં આવે છે. અરજીમાં મથાળે મુખ્યમંત્રીશ્રીનો તાલુકા સ્વાગત (ફરિયાદ નિવારણ) કાર્યક્રમ લખવાનું રહેશે. તથા દરેક તાલુકા મથકે તાલુકા કક્ષાએ પણ આ કાર્યક્રમ તા. ૨૫/૦૧/૨૦૨૩ના રોજ સવારે ૧૧ કલાકે યોજાનાર છે. જેથી તાલુકા કક્ષ્ાના પ્રશ્નો જે તે તાલુકા મામલતદારશ્રીને સીધા મોકવાના રહેશે.

        મહેસુલ વિભાગને લગતાં પ્રશ્નો મામલતદાર કચેરી માણાવદર ખાતે તા.૧૦/૦૧/૨૦૨૩ સુધીમાં જ રજૂ કરવાના રહેશે. તા.૧૦/૦૧/૨૦૨૩ બાદ આ કચેરીમાં રજૂ થયેલ પ્રશ્નો જાન્યુઆરી-૨૦૨૩ના કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહીં. અને આ તારીખ વિત્યા પછીની કે અસ્પષ્ટ રજૂઆતવાળી એક કરતા વધુ શાખાના પ્રશ્નો હોય તેવી સુવાચ્ય ન હોય તેવી અરજી પર કોઇ કાર્યવાહી થઇ શકશે નહીં. આ કાર્યક્રમ અંતર્ગત નીતિ-વિષયક પ્રશ્નોસરકારી કર્મચારીઓના સેવા વિષયક પ્રશ્નોકોર્ટ મેટરદિવાની પ્રકારની ખાનગી તકરારોઅપીલ થવા પાત્ર કેસોઅરજદારને સ્વયં સ્પર્શતા ન હોય તેવા પ્રશ્નોઅરજદારે તેમનાં પ્રશ્ન અંગે સંબંધીત કચેરી/ખાતાનો એક પણ વાર સંપર્ક કર્યા સિવાય પ્રથમ વખત સીધા જ આ કાર્યક્રમમાં રજૂ કરેલ પ્રશ્ન અને અગાઉ રજૂ થયેલ પ્રશ્નો નવા પ્રશ્ન તરીકે લેવામાં આવશે નહીં. જેની દરેક અરજદારોએ ખાસ નોંધ લેવી.

        માત્ર મહેસુલ ખાતાના પ્રશ્નો રૂબરૂ/ટપાલ મારફત કે રજી.એ.ડી.થી મામલતદાર કચેરી માણાવદર ખાતે સ્વીકારવામાં આવશે અન્ય ખાતાના પ્રશ્નો સીધા જ અરજદારદોએ જે તે ખાતાને મોકલવાના રહેશે.

        નીચે દર્શાવેલ ખાતાઓના પ્રશ્નો મામલતદાર કચેરી માણાવદર ખાતે તા.૨૫/૦૧/૨૦૨૩ના રોજ સવારના ૧૧ કલાકે કચેરીની ચેમ્બરમાં મામલતદારશ્રીમાણાવદર અને સંબંધિત ખાતાના અધિકારી સાંભળશે. જ્યારે અન્ય ખાતાના પ્રશ્નોની ચર્ચા જે તે સંબંધિત વિભાગ/કચેરી ખાતે જે તે કચેરીના વડા કરશે જેથી આ બાબતે તે કચેરીનો સંપર્ક સાધવાનો રહેશે.

        જેમાં મહેસુલ વિભાગપંચાયતપોલીસ વિભાગગુજરાત વિદ્યુત બોર્ડએસ.ટી.પાણી પુરવઠા વિભાગ બોર્ડ સિવાયના પ્રશ્નો માટે જિલ્લામાં જે તે ખાતાની જિલ્લા કક્ષાની કચેરીમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા અધિકારીશ્રીઓ પ્રશ્નોનો નિકાલ કરશે. જેની અરજદારોએ નોંધ લેવા જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *