વર્તમાન રાજ્ય સરકારે સાથ, સહકાર અને સેવાના ૧૦૦ દિવસ પૂર્ણ કર્યા તે નિમિત્તે દુર્ગાષ્ટમીના પાવન પર્વે આયોજિત કાર્યક્રમમાં માન. ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા સાથી મંત્રીઓ સાથે ઉપસ્થિત રહી ગુજરાતના જન-જનના કલ્યાણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર પ્રાયોરિટી, પોલિસી અને પરફોર્મન્સ થકી ગુજરાતની વિકાસયાત્રાને આગળ વધારી રહી છે. આ સરકાર જે વચન આપે એ મક્કમતાથી પાળવા અને ગુજરાતની ગુડ ગવર્નન્સની ખ્યાતિને વધુ ઉન્નત બનાવવા કર્તવ્યરત છે.


