Gujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજ્ન્ય મુલાકાતે વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફલેગ ઓફિસર કમાન્ડીંગ ઇન ચીફ વાઇસ એડમિરલ દિનેશ ત્રિપાઠી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજ્ન્ય મુલાકાત ભારતીય નૌ સેનાના વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફલેગ ઓફિસર કમાન્ડીંગ ઇન-ચીફ વાઇસ એડમિરલ દિનેશ ત્રિપાઠીએ ગાંધીનગરમાં લીધી હતી. તેઓ ફેબ્રુઆરી-ર૦ર૩માં આ કમાન્ડના ફલેગ ઓફિસર કમાન્ડીંગ ઇન ચીફ તરીકે નિયુકત થયા છે. આ વેસ્ટર્ન નેવલ કમાન્ડના કાર્યક્ષેત્રમાં ગુજરાત ઉપરાંત મુંબઇ, મહારાષ્ટ્ર અને દીવ-દમણનો સમાવેશ થાય છે. વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફલેગ ઓફિસર કમાન્ડીંગ ઇન-ચીફ વાઇસ એડમિરલ શ્રી દિનેશ ત્રિપાઠીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની તેમની આ પ્રથમ મુલાકાત દરમિયાન શુભેચ્છાના પ્રતિક રૂપે ઇન્ડીયન નેવીની આઇ.એન.એસ મોર્મુ ગાઓ બોટની પ્રતિકૃતિ અર્પણ કરી હતી. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન આ સૌજ્ન્ય મુલાકાતમાં જાેડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *