Gujarat

મુસાફરો આનંદો…ગારિયાધાર ડેપોને બે નવી બસ ફાળવાતા ગારિયાધાર – સુરત વાયા દામનગર બસને પ્રસ્થાન કરાવતા ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી.

મુસાફરો આનંદો…ગારિયાધાર ડેપોને બે નવી બસ ફાળવાતા ગારિયાધાર – સુરત વાયા દામનગર બસને પ્રસ્થાન કરાવતા ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી. ગુજરાત સરકાર દ્વારા અલગ – અલગ ડેપોને નવી બસ ફાળવાતા પેસેન્જરોમાં ખુશી છવાઈ ગઈ છે. આજ રોજ ભાવનગર વિભાગના ગારિયાધાર ડેપોને બે નૂતન બસ ( નોન એસી.) ફાળવાતા સવારના ૭-૩૦ કલાકે ગારિયાધાર – સુરત વાયા પાંચતલાવડા,દામનગર બસને ગારિયાધારના યુવાન ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીએ રીબીન કાપી ડ્રાયવરને ( અરસ – પરસ ) મો મીઠું કરાવી આગેવાનોની હાજરીમાં બસનું પ્રસ્થાન કરાવતા તાળીઓના ગડગડાટથી એસ.ટી.ડેપોનું વાતાવરણ ભારત માતાની જય,વંદે માતરમ્ ના નારાથી ગુંજી ઉઠ્યું હતું. બે બસ પૈકી એક બસ સુરત થી સવારના ૬ કલાકે ઉપડી ગારિયાધાર સાંજના ૫ કલાકે પહોંચે છે.તેમજ ગારિયાધાર થી ઉપાડવામાં આવેલ આ બસ સાંજના ૬-૩૦ કલાકે સુરત પહોંચે છે. ૨×૨ સીટ ધરાવતી આ બસ માં કુલ ૪૦ સીટની વ્યવસ્થા હોય મુસાફરો માટે ખુબજ આરામ દાયક આ નૂતન બસનો લાભ લેવા જણાવવામાં આવેલ છે. ( અહેવાલ અતુલ શુક્લ દામનગર.)

IMG-20230219-WA0058-2.jpg IMG-20230219-WA0056-0.jpg IMG-20230219-WA0057-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *