Gujarat

મૃત્યુ બાદ કંઇ દૌલત કામમાં આવે છે?

કાલે રાત્રે મેં એક સપનું જોયું કે મારૂં મૃત્યું થયું છે.જીવનમાં કેટલાંક સારા કર્મ કર્યા હશે એટલે યમરાજા મને સ્વર્ગમાં લઇ ગયા.દેવરાજ ઇન્દ્રે ર્હંસીને મારૂં સ્વાગત કર્યું અને મારા હાથમાં બેગ હતી તે જોઇને મને પુછ્યું કે આ બેગમાં શું છેત્યારે મેં કહ્યું કે તેમાં મારા જીવનભરની કમાણી પાંચ કરોડ રૂપીયા છે.ઇન્દ્રરાજાએ SVN-18031963 નંબરના લોકર તરફ ઇશારો કરીને કહ્યું કે તમારી અમાનત તેમાં મુકી દો.

મેં તેમાં મારી બેગને મુકી દીધી,મને રહેવા માટે એક રૂમ આપવામાં આવ્યો,પછી હું ત્યાંના માર્કેટમાં ફરવા માટે નીકળ્યો.દેવલોકના શોપિંગ ર્માલમાં અદભૂત વસ્તુઓ જોઇને મારૂં મન લલચાય છે.મેં કેટલીક ચીજવસ્તુઓ પસંદ કરીને બાસ્કેટમાં મુકી અને કાઉન્ટર ઉપર જઇને કેશિયરને બે હજારની કકડતી નોટો આપવા લાગ્યો.

મેનેજરે નોટોને જોઇને કહ્યું કે આ કરન્સી અહીયાં ચાલતી નથી.આ સાંભળીને મને નવાઇ લાગે છે. મેં ઇન્દ્રરાજા પાસે જઇને ફરીયાદ કરી તો ઇન્દ્રરાજાએ ર્હંસીને કહ્યું કે આપ વેપારી થઇને પણ એટલું નથી જાણતા કે તમારી કરન્સી બાજુના દેશ પાકિસ્તાન,શ્રીલંકા કે બાંગ્લાદેશમાં પણ ચાલતી નથી અને આપ મૃત્યુલોકની કરન્સી સ્વર્ગલોકમાં ચલાવવાની મૂર્ખતા કરી રહ્યા છો ?

આ સાંભળીને હું ઘણો જ નિરાશ થઇ ગયો અને જોર જોરથી બૂમો પાડીને રડવા લાગ્યો અને ઇશ્વરને દરખાસ્તના રૂપમાં પ્રાર્થના કરવા લાગ્યો કે હે ઇશ્વર ! આ શું થઇ ગયું? મેં કેટલી મહેનતથી આ પૈસા કમાવ્યા છે અને તેના માટે મેં રાત-દિવસ નથી જોયો..

પૈસા કમાવવાની લાયમાં મેં મા-બાપની સેવા કરી નથી,બાળકોની પરવરીશ પણ યોગ્ય રીતે કરી નથીપત્નીની તંદુરસ્તીનો પણ વિચાર નહોતો કર્યો,સગાં-વ્હાલાં,ભાઇ-બહેનો અને મિત્રો ઉપર પણ હમદર્દી નહોતી રાખી..જીવનભર મેં હાય પૈસા..હાય પૈસા કર્યા.શાંતિથી ઉઘ્યો નથી,ચૈનથી ક્યારેય ખાધું નથી બસ આખી જીંદગી પૈસા કમાવવામાં જ પસાર કરી દીધી અને આ બધું વ્યર્થ ગયુંહે ઇશ્વર હવે મારૂં શું થશે ?

ઇન્દ્રરાજાએ કહ્યું કે રડવાથી કશું જ મળવાનું નથી.જે જે લોકો અહીયાં જેટલા પણ પૈસા લઇને આવ્યા તે તમામના પૈસા અહીયાં રદ્દી થઇ ગયા છે.જમશેદજી ટાટાના ૫૫ કરોડ,બિરલાજીના ૪૭ કરોડ,ધીરૂભાઇ અંબાણીના ૨૯ કરોડ અમેરીકન ડોલર..તમામના પૈસા અહીયાં પડ્યા છે.

મેં ઇન્દ્રરાજાને પુછ્યું કે તો પછી અહીયાં કંઇ કરન્સી ચાલે છેત્યારે ઇન્દ્રરાજાએ કહ્યું કે ધરતી ઉપર જો સારા કર્મો કર્યા હશે જેવાં કે કોઇ દુઃખીયારાને મદદ કરી હોય,કોઇ રડતાને હસાવ્યો હોય,કોઇ અનાથ બાળકને ભણાવી-ગણાવીને યોગ્ય બનાવ્યો હોય,કોઇને વ્યસન મુક્ત કર્યો હોય,કોઇ અપંગ સ્કૂલ,વૃદ્ધાવસ્થા કે મંદિરોમાં દાન-ધર્મ કર્યું હોય..પણ આ બધું સ્વાર્થ અને તમારા વખાણ થાય તેવી ઇચ્છા રાખ્યા વિના કરેલ હોય,આવા પુણ્યકર્મ કરનારાઓને અહીયાં એક ક્રેડીટ કાર્ડ આપવામાં આવે છે જેના ઉપયોગ કરવાથી સ્વર્ગીય સુખનો તે ઉપભોગ કરી શકે છે.

મેં કહ્યું કે હે ઇશ્વર ! મને આ વાતની ખબર નહોતી એટલે મેં આખું જીવન વ્યર્થમાં ગુમાવી દીધું છે. હું  કરગરવા લાગ્યો કે હે ઇશ્વર ! મને થોડું આયુષ્ય આપો.ઇન્દ્રરાજાને મારા ઉપર દયા આવી અને કહ્યું કે તથાસ્તુ..અને મારી આંખ ખુલી ગઇ.હવે હું એવી દોલતની કમાણી કરીશ કે જે મર્યા પછી પણ કામ આવી શકે.

જીવ જે શરીરને સુખી રાખવા અનેક પ્રકારની કામનાઓ અને કર્મ કરે છે તથા સ્ત્રી-પૂત્ર-ધન-દૌલત-ભૌતીક સં૫ત્તિ-સગાં વહાલાંનો વિસ્તા‍ર કરીને તેના પાલન પોષણમાં લાગેલો રહે છે,ઘણી મુશ્કેલીઓ વેઠીને ધન ભેગું કરે છે.આયુષ્ય પુરૂ થતાં જ શરીર નષ્ટ  થઇ જાય છે અને વૃક્ષની જેમ બીજા શરીરના માટે બીજ આરોપીને બીજાઓના માટે ૫ણ દુઃખની વ્યયવસ્થા કરીને જાય છે.

સંતો ચેતવણી આપે છે કે હે માનવ..મૃત્યુ પથ ૫ર ઘોર અંધકાર હશે ત્યારે જ્ઞાનનો દિ૫ક જો સાથે હશે તો તે રસ્તે અજવાળું થશે.સગાં-સબંધીઓનો એ રસ્તે મેળ થઇ શકવાનો નથી.પ્રભુ નામની દૌલત વિના બીજું કંઇપણ સાથે આવવાનું નથી.અંત સમયમાં સિકંદર જેવા વિશ્વ વિજેતા રાજા પણ ખાલી હાથે ગયા છે.પ્રભુ પરમાત્મા વિના આપણો કોઇ સાથી નથી.પૂત્ર-પૂત્રી સગાં સબંધી એ બધી ઢળતી છાયા છે,ધન ધાન્ય અને સુંદર મહેલો આ બધી માયા છે.જે જન્મ્યો છે તે બધાને એક દિવસ સંસાર છોડીને જવાનું છે,જે શ્વાસને તૂં તારા સમજે છે તે તો પારકી અમાનત છે માટે એકવાર પ્રભુ પરમાત્માને જાણીને તેના ગુણગાન ગાશો તો લક્ષચૌરાશી અને નરક યાતનાથી બચી શકાશે.

Vmm.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *