Gujarat

મેંદરડા તાલુકાના ગુંદાળા ગીર ગામે 30 લાખના ખર્ચે શ્રી કડિયા સમાજનું વિશાળ ભવન શ્યામ વાળી બનશે.

મેંદરડા તાલુકાના ગુંદાળા ગીર ગામે 30 લાખના ખર્ચે શ્રી કડિયા સમાજનું વિશાળ ભવન શ્યામ વાળી બનશે. શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ની વાડી એટલે વિશ્વપ્રસિદ્ધ સતાધારના સંત ભક્તભૂષણ શ્રી શામજીબાપુ ના નામથી મેંદરડા તાલુકાના ગુંદાળા ગીર ગામે શ્યામ વાડીનું ભૂમિપૂજન કાર્યક્રમ સતાધાર જગ્યાના શ્રી નીરુબાપુ, ગુંદાલા ના પૂ.શ્રી સ્વામી મનીશાનંદ ગીરી, નકલક ધામ મેઘપુરના શ્રી નંદાભગત અને જૂનાગઢ જિલ્લાના કડિયા સમાજના પ્રમુખ અને જૂનાગઢના પૂર્વ મૈયર ધીરુભાઈ ગોહિલ અને ભૂમિ પૂજનના દાતા તેમજ આગેવાનો દ્વારા ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ધીરુભાઈ જુનાગઢ અને આમંત્રિત રાજકીય અતિથિ વિશેષ પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ જે કે ચાવડા, વિસાવદર નગરપાલિકા પ્રમુખ કૌશિકભાઇ વાઘેલા, જુનાગઢ કોર્પોરેટ ભાનુબેન ટાંક, વંથલી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ગોરધનભાઈ ચૌહાણ,જુનાગઢ જિલ્લા બક્ષીપંચ મોરચા ઉપપ્રમુખ અશોકભાઈ સોલંકી,સર્વ સરપંચો વલ્લભભાઈ કાચા, અશોકભાઈ ચૌહાણ,કાંતિભાઈ મારુ, હરેશભાઈ ટાંક,ભગવાનજીભાઈ વેગડ સહિત ઉપસ્થિત રહેલ. આ ભૂમિ પૂજન કાર્યક્રમમાં જ્ઞાતિના સમાજ શ્રેષ્ટિઓ પી.ડી કાચા,દિનેશભાઈ કાચા,ગોરધનભાઈ ટાંક,લવભાઈ સાપરા, સુરેશભાઈ બજાણીયા વલ્લભભાઈ ચાવડા કિશોરભાઈ ચોટલીયા સુધીરભાઈ ચૌહાણ, શ્રી શ્યામ મહિલા મંડળ જૂનાગઢ પ્રમુખ મીનાબેન ગોહેલ ઉપરાંત ગામે ગામથી કડિયા સમાજ ના શ્રેષ્ઠિઓ જ્ઞાતિના પ્રમુખશ્રીઓ આગેવાનો દાતાશ્રીઓ અને ગુંદાળા ગામના સમાજના દાતાઓ સહિત લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા આ ત કે હાજર રહેલ જ્ઞાતિજનો દાતાઓ બહારગામ થી પધારેલા આગેવાનો અને સમાજ સૃષ્ટિઓ દ્વારા અંદાજે 30 લાખ જેટલા દાનની જાહેરાત કરી ભવ્ય શ્યામ વાડી સમાજ ભવન બનાવવા માટે સર્વે લોકો એ યોગદાન આપવામાં આવેલ શ્રી નંદાભગત અને અન્ય સંતોએ આશીર્વાદ પાઠવેલ હતા અને રાજકીય આગેવાનો અને જ્ઞાતિજનોએ સમાજ સંગઠિત થાય જ્ઞાતિ ભાવના વધે સમાજ શિક્ષિત અને દીક્ષિત બની ભાઈચારો વધે શ્યામવાડીમાં સમાજના વિકાસની વિવિધ પ્રવૃત્તિઓ થકી સમાજનો વિકાસ થાય તેવું જણાવવામાં આવેલ.
આ કાર્યક્રમને સફળ બનાવવા ગુંદાળા ગામના કડિયા સમાજના પ્રમુખ જીતેન્દ્રભાઈ પરમાર ઉપપ્રમુખ ગોપાલભાઈ ચાવડા મંત્રી સતિષભાઈ પરમાર સહમંત્રી હરેશભાઈ કાચા ભરતભાઈ પરમાર રમેશભાઈ પરમાર આગેવાનો વડીલો યુવા ટીમ સહિત કાર્યકરો ઉપરાંત મેંદરડા,રાજેસર, આલીધ્રા,ચિરોડા,સમઢીયાળા,માનપુર, નોંજણવાવ આજુબાજુ ના ગામો ના સમાજ ના લોકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવેલ હતો
રીપોર્ટીંગ -કમલેશ મહેતા મેંદરડા

IMG-20230601-WA0076-1.jpg IMG-20230601-WA0075-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *