Gujarat

મોટા ચારોડીયાનાં રાષ્ટ્રિય વિજ્ઞાન સંશોધક આજીવન શિક્ષક શ્રી નાનાલાલભાઈ ત્રિવેદીનાં ટી.વી. કાર્યક્રમનું પ્રસારણ થશે.

મોટા ચારોડીયાનાં રાષ્ટ્રિય વિજ્ઞાન સંશોધક આજીવન શિક્ષક શ્રી નાનાલાલભાઈ ત્રિવેદીનાં ટી.વી. કાર્યક્રમનું પ્રસારણ થશે.

ડી.ડી.૧૧ ગીરનાર ચેનલમાં તા.૨૭/૨/૨૩ ના દિવસે બપોરે ૧:૩૦ કલાકે કાર્યક્રમ દર્શાવાશે.

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના મોટા ચારોડીયા નિવાસી રાષ્ટ્રિય વિજ્ઞાન સંશોધક અને નિવૃત છતા પ્રવૃત આજીવન શિક્ષક એવા શ્રી નાનાલાલ માઈ બી. ત્રિવેદીના નિવાસમાં આવેલ સો જાતની વિજ્ઞાનને લગતી વિવિધ શોધ સંશોધનનું વિજ્ઞાન ભવન આવેલું છે. જીવનભર વિજ્ઞાનના અવનવા મોડ્યુઅલ બનાવનાર અને વિવિધ સંગ્રહ નદીઓના જળ રેતીઓ, બલ્બ, બાકસ દુનિયાભરના ચલણ વેસ્ટમાંથી બેસ્ટ સ્વયં સંચાલિત અજાયબી દર્શક વિજ્ઞાન નમુનાઓ ના સંગ્રહની વસ્તઓ હાલમાં છે. આ વિજ્ઞાન ભવન ની સ્થાપના વર્ષ ૧૯૬૨માં કરેલ છે. સમગ્ર વિજ્ઞાન ભવનનું નિર્માણ શ્રી નાનાલાલભાઈ ત્રિવેદી અને તેમના ધર્મપત્ની નિવૃત શિક્ષક શ્રીમતી ભાનમતીબેન ત્રિવેદીએ કરેલ છે. હાલ ટેકનોલોજી યુગમાં તેમના પૌત્ર યશભાઈ ત્રિવેદી ટેકનીકલ સહાયક છે.

વિજ્ઞાન ભવનનું ટી.વી. શીંગ દુરદર્શન રાજકોટની ટીમ નિર્માણ (૧) આસીફભાઈ શ્રીબા—કાર્યક્રમ નિર્માતા (૨) સાગરભાઈ પંડયા- કાર્યક્રમ સહાયકશ્રી (૩) છાયા : શ્રી જયદીપસિંહ જાડેજા (૪) તંત્રજ્ઞ શ્રી નરેશભાઈ સાપોવાડીયા (૫) તંત્ર સહાયક શૈલેષભાઈ દવે (૬) રાજબાઈ ઘેલીયા (૭) સંકલન રિશિ ત્રિવેદી એન્કરશ્રી રેખાબેન મારૂ આ ટી.વી. ટીમ દ્વારા થયેલ હતું.
નાનાલાલ ભાઈના આ ટી.વી. કાર્યક્રમનું નામ વડીલોની સંગાથે છે. ટી.વી. કાર્યક્રમ તા. ૨૭/૨/૨૦૨૩ ના દિવસે બપોરે ૧/૩૦ કલાકે ડી.ડી.૧૧ ગીરનાર ચેનલમાં નાનાલાલભાઈ ની જીવન યાત્રા તથા શ્રીમતી ભાનમતીબેન નું શ્રી રેખાબેન મારૂએ લીધેલ ઈન્ટરવ્ય નું પ્રસારણ થશે. વિડિયોની સંગાથે પ્રસ્તતી દૂરદર્શન કેન્દ્, રાજકોટ દ્વારા થયેલ છે. તેમજ મોબાઈલમાં યુ-ટયબમાં કાર્યક્રમ નિહાળી શકાશે. નાના એવા ગામડાના કર્મઠ શિક્ષકની વિશાળ ફલક ઉપરની વિજ્ઞાન શોધો અને જીવનયાત્રાનું દર્શન સૌ દર્શન કરતાઓને કાર્યક્રમ નિહાળનારને પ્રેરણાત્મક બનશે. આ કાર્યક્રમનું વ્યવસ્થાપન લેખક સધીરભાઈ મહેતા (રાષ્ટ્રીય એવોડી ટીચર) કુકડ કેન્દ્રવતી શાળા આચાર્ય, સરસ્વતીબેન ત્રિવેદી તથા યોગેશકમાર દવે, વરલટાણા પ્રાથમિક શાળા શિક્ષક સહાયક તરીકે કાર્ય કર્યુ હતું. ( અહેવાલ અતુલ શુક્લ દામનગર.)

IMG-20230221-WA0016-1.jpg IMG-20230221-WA0018-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *