ડીઝીટલ ક્લાસ રૂમ અને કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કરવામાં આવ્યું
બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે આવેલ પગાર કેન્દ્ર શાળામાં સ્માર્ટ ક્લાસનું શુભ ઉદ્ઘાટન સાંસદશ્રી નારણભાઈ કાછડીયા અને 96 લાઠી વિધાનસભાના ધારાસભ્ય જનક તળાવીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસિયા, પ્રદેશ યુવા કારોબારી મહેશભાઈ જાવીયા,જિલ્લા પંચાયત સદસ્ય શિક્ષણ સમિતિ સભ્ય હિંમતભાઈ દેત્રોજા, બાબરા તાલુકા ભાજપ મહામંત્રી રાજુભાઈ વિરોજા તેમજ શાળાના આચાર્યશ્રી હર્ષદભાઈ પ્રજાપતિ,મજીદભાઇ કુરેશી સહિત શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકાર દ્વારા સરકારી શાળાના સારુ અને ઉજવળ ભવિષ્ય શૈક્ષણિક હેતુ માટે મિશન સ્કૂલ ઓફ એક્સલેન્સ પ્રોજેક્ટ અંતર્ગત જ્ઞાનકુંજ વર્ગખંડ સ્માર્ટ ક્લાસ જિલ્લા શિક્ષણ સમિતિ અમરેલી સંચાલિત પ્રાથમિક શાળામા કોમ્પ્યુટર લેબ સહિત સ્માર્ટ ક્લાસ ફાળવવામા આવેલ આ ઉત્તમ સુવિધા નો લાભ બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામના બાળકો લાભ લેતા થશે તેવું ધારાસભ્ય જનકભાઈ તળાવીયા ની યાદમાં જણાવ્યું હતું.
રીપોર્ટ : આદીલખાન પઠાણ ( બાબરા )


