*કુંકાવાવ ના નાજાપુર દરવાજા વિસ્તારમાં આવેલ મચ્છુઆઈ તથા પુનિયા મામા મંદિર નાં સાનિધ્ય માં મચ્છુ માતાજી ના નવરંગા માંડવા નું સમસ્ત ભરવાડ સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું જેમાં ૪/૪/૨૦૨૩ ના રોજ સવારે ૭.૦૦કલાકે થાંભલી રોપવામાં આવેલ હતી ત્યારબાદ બપોર અને સાંજ ના બંને સમય મહાપ્રસાદ નું પણ શ્રેષ્ઠ આયોજન કરવામાં આવેલ હતું તેમજ તારીખ ૫/૪/૨૦૨૩ ના વહેલી સવારે ૭.૦૦કલાકે થાંભલી વધાવવામાં આવેલ હતી.જેમા કલમ ના ભુવાશ્રીઓ અને પંચ નાં ભુવાશ્રીઓ ની પણ ખાસ હાજરી રહેલ.*
*આ પ્રસંગે ભરવાડ સમાજ ના યુવા ભાઈઓ તેમજ બહેનો એ સુંદર હુડો રાસ ની પણ મોજ માણી હતી.*
*આ પ્રસંગે કુંકાવાવ ના પરમ ગૌ સેવક શ્રી ગોબરબાપા ભગત તેમજ મેઘપર ટીંબા થી શેષનાથબાપુ ઉપસ્થિત રહેલ હતા તેમજ સાંજ ના સમયે કુંકાવાવ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ગોપાલભાઈ અંટાળા , કુંકાવાવ સરપંચ શ્રી સંજયભાઈ લાખાણી તેમજ ગ્રામ પંચાયત ની ટીમે પણ હાજરી આપેલ હતી.*
*માતાજી ના માંડવા માં રાજકોટ ના વિખ્યાત રાવળદેવ શ્રી સુખદેવભાઈ કામળિવાળા એ સુરીલા કંઠે ડાક પર માતાજી ની સાવળ, છંદ, દુહા, ભેળિયા, આરતી સ્તુતિ વગેરે રજું કરી શ્રોતાઓ ના દિલ ડોલાવ્યા હતાં.*
*માતાજી ના નવરંગા માં મચ્છુ યુવક મંડળ નુ પણ શ્રેષ્ઠ સેવા કામ જોવા મળેલ હતું.*
*રીપોર્ટીંગ: મહેશ ગોંડલિયા કુંકાવાવ*


