*મોટી કુંકાવાવ મુકામે આજે તા ૨૦/૪/૨૦૨૩ ના રોજ રાત્રે ૯.૩૦ કલાકે નવી પટેલ વાડી ખાતે અમરેલી કુંકાવાવ વડીયા વિસ્તાર ના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીયા ની અધ્યક્ષતા માં લોક દરબાર યોજાયો હતો.*
*સૌ પ્રથમ શ્રી કૌશિકભાઈ વેકરીયા નુ આગમન થતાં ગ્રામ્ય સંસ્કૃતિ મુજબ ઢોલ ના ધબકારે સામૈયું કરવામાં આવેલ હતું ત્યારે બાદ ફુલહાર કરી શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતાં.તેમજ આવેલ તમામ અધિકારીઓ તેમજ પોલીટીકલ અધિકારી હોદ્દેદારો તેમજ કવરેજ કરવા આવેલા પત્રકારો નુ સન્માન કરવામાં આવેલ હતું.*
*કાર્યક્રમ ની શરૂઆત માં તાજેતરમાં જમ્મુ કાશ્મીર માં શહિદ થયેલા આપણા જાંબાજ વિરો ના માન માં બે મીનીટ નું મૌન તેમજ પ્રાર્થના કરવામાં આવી ત્યારબાદ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ગોપાલભાઈ અંટાળા એ પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું ગ્રામજનો એ વિવિધ પ્રશ્નો જેવા કે સૌની યોજના મુજબ જળ કુંકાવાવ આપવું, કુંકાવાવ માં ઘટતી સરકારી ઓફીસો તેમજ કાર્યાલય પૂનઃ શરું કરવી, શાળા, કોલેજ,અમુક એસ,ટી ના રુટ શરું કરવા, સાકરીયા હનુમાનજી મંદિર ની મોટી વાવ ની જાળવણી તેમજ તેને પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવું વગેરે વિવિધ લોક પ્રશ્નો રજું કરેલ જેને ધ્યાન થી સાંભળ્યા હતા તેમજ લેખીત પ્રશ્નો પણ લીધેલ હતા.*
*આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ગોપાલભાઈ અંટાળા, અનિલભાઈ વેકરીયા,જલ્પેશભાઈ મોવલીયા,પિન્ટુ ભાઈ કુરંદલે, સંદિપ ભાઈ માંગરોળીયા, વસંતભાઈ સોરઠીયા,પ્રિતેશભાઈ ડોબરીયા, સરપંચશ્રી સંજયભાઈ લાખાણી ઉપ સરપંચ શ્રી દેવેન્દ્રભાઈ ચોવટીયા પુર્વ સરપંચ શ્રી મનસુખભાઈ સુખડીયા સાથે ગામ ના વહેપારી શ્રી નટવરભાઈ અટારા, બિપીનભાઈ વસાણી, શૈલેશભાઈ વઘાસીયા વગેરે મહાનુભાવો તેમજ વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેલ હતા.*
*આ તકે તાલુકા વિકાસ અધિકારી પ્રતિનીધી,મામલતદારશ્રી,પી.જી,વી ,સી,એલ નાયબ ઈજનેર, સિંચાઇ શાખા,પી,એસ, આઇ શ્રી તેમજ એસટી ડીવીઝન તેમજ તલાટી મંત્રી શ્રી ઓ સહિત ના વિવિધ વિભાગ ના અધિકારીશ્રી ઓની ઉપસ્થિતિ રહેલ હતી.*
*કાર્યક્રમ ના સમાપન માં અલ્પાહાર ની સુંદર વ્યવસ્થા સાથે કુંકાવાવ ગ્રામ પંચાયત ટીમ દ્વારા આવેલ તમામ ગ્રામજનો તેમજ અધિકારીઓ નું આભાર દર્શન કરેલ હતું.*
*સમગ્ર કાર્યક્રમ નું સ્ટેજ સંચાલન નિવૃત્ત કેળવણી કાર શ્રી ઉદયભાઈ દેસાઈ એ કરેલ હતું.*
*રીપોર્ટીંગ: કુંકાવાવ*


