*તા:૧૬ ના રોજ મોટી કુંકાવાવ માં આવેલ શ્રી નાથજી હવેલી ખાતે પુજ્યપાદ ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજ ની આજ્ઞા થી પ્રાગટય મહોત્સવ ઉજવાયો હતો જેમાં સવારે ૯.૩૦ કલાકે નંદ મહોત્સવ,૧૧,૩૦કલાકે તિલક આરતી,બપોર ના ૩.૦૦ કલાકે વર્ણાગી,સાંજે૬.૦૦કલાકે મહાપ્રભુજી નું કેસર સ્નાન તેમજ મહા પ્રસાદ અને રાત્રે ૯.૦૦કલાકે રાસ કિર્તન પણ રાખવામાં આવ્યું હતું.*
*આ પ્રસંગે વિશેષ અતિથી તરીકે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, પુર્વ કેબીનેટ મંત્રી શ્રી બાવકુભાઈ ઉધાડ,તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ગોપાલભાઈ અંટાળા, સરપંચશ્રી સંજયભાઈ લાખાણી ઉપ સરપંચ શ્રી દેવેન્દ્રભાઈ ચોવટીયા પુર્વ સરપંચ શ્રી મનસુખભાઇ સુખડીયા,બગસરા માર્કેટીંગ યાર્ડ ના ડીરેકટર શ્રી પરશોતમ ભાઈ કુનડીયા તેમજ વૈષ્ણવ ધર્માચાર્ય ની ઉપસ્થિત રહેલ હતી.*
*આ પ્રાગટય મહોત્સવ ના યજમાન પદે શ્રી ગીરીશભાઈ વલ્લભભાઈ પાઘડાળ અને પાઘડાળ પરીવાર (USA) તેમજ શ્રી રેયોન હિરેનભાઇ કુનડીયા હસ્તક શ્રી વિનુભાઈ પુનાભાઈ કુનડીયા રહેલ હતા.*
*આજ નાં આ પ્રસંગ થી વૈષ્ણવજનો માં અનેરા આનંદ સાથે ઉમંગ જોવા મળી રહ્યો છે.*
*રીપોર્ટીંગ: મહેશ ગોંડલિયા કુંકાવાવ*


