મોટી કુકાવાવ સરકારી દવાખાના માં ડ્રેસર તરીકે ફરજ બજાવતા તેમજ અસંખ્ય દર્દિનારાયણો ની ઉત્કૃષ્ટ સેવા દિલ થી કરી અને સારી લોકચાહના મેળવનાર એવા કર્મચારી શ્રી શશીભાઈ રામભાઇ મકવાણા વય મર્યાદાથી નિવૃત્ત થયા છે.*
*તેમને તા,૧/૫/૨૦૨૩ ના રોજ વિદાયમાન આપવામાં આવેલ હતું. આ પ્રસંગે કુંકાવાવ સરકારી આરોગ્ય કેન્દ્ર ના ડો,નીલમબેન,ડો,નિરાલીબેન ડો,કૃપાલીબેન ગોસાઈ,મહેશભાઈ બોરડ,વિમલભાઈ સોલંકી, ધીરુભાઈ સોલંકી, હિરેનભાઇ ગોસાઈ તેમજ નર્સિંગ સ્ટાફ દ્વારા વિદાયમાંન અપાયું હતું. તેમજ શ્રેષ્ઠ ફરજ સાથે ઉતમ સેવા ને પણ બિરદાવી હતી સાથે અભિનંદન પાઠવ્યા હતા તેમજ શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ હતા.*
*રીપોર્ટીંગ: મહેશ ગોંડલિયા કુંકાવાવ*


