Gujarat

મોબાઈલ ફોન ખરીદ કરનાર / વેચાણ કરનાર દરેક વેપારીએ નોંધ રાખવા અંગેનું જાહેરનામું

હાલના ટેલીકોમ્યુનીકેશનના યુગમાં છેલ્લા એક દશકામાં આમુલ પરિવર્તન આવ્યા બાદ આજે મોબાઈલ ફોનનો ઉપયોગ છેવાડાના લોકો સુધી સામાન્ય બની ગયેલ છે. દેશમાં તથા રાજયમાં બનતાં ગુનાઓને આખરી અંજામ આપવા અસામાજિક અને દેશિવરોધી તત્વો મોબાઈલ ફોનનો ઉપયોગ કરતાં હોય છે. વધુમાં તાજેતરમાં મોબાઈલ ફોનની ચોરીના બનાવો પણ છેલ્લા કેટલાક સમયથી વધી ગયેલ છે. આવા ગુનાઓના મુળ સુધી પહોંચવા તથા ચોરાયેલ મોબાઈલ ફોન પરત મેળવવા માટે મોબાઈલ ફોનના IMEI નંબરનું ટ્રેકીંગ કરી ગુનાના મુળ સુધી પહોંચવા પ્રયત્ન કરવામાં આવે છે. ધણા પ્રસંગોમાં મોબાઈલ ફોનના વપરાશકર્તા સુધી પહોંચવામાં આવ્યા બાદ જણાય છે કે, તે વ્યકિતએ કોઈ અજાણ્યા ઈસમ પાસેથી મોબાઈલ ખરીદેલ છે. આમ મોબાઈલ ફોનના વપરાશ કર્તા પાસે ચોકકસ માહિતીના અભાવના કારણે ગુનાના મુળ સુધી પહોંચી શકાતું નથી. મોબાઈલ ફોન ખરીદ કરનાર / વેચાણ કરનાર દરેક વેપારીએ નોંધ રાખવા જરૂરી જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવે છે. મોબાઈલ ફોન ખરીદ / વેચાણ કરનાર દુકાનદાર ખરીદ/વેચાણ કરેલ મોબાઈલ ફોનની વિગતો રજિસ્ટરમાં નોંધે અને નિયમીત રીતે વ્યવસ્થિત ધોરણે નિભાવે તથા વિગતોની આપ-લે સક્ષમ સત્તાવાળાઓને પહોંચાડે તે જાહેર સુરક્ષા અને સલામતીના હેતુસર જરૂરી, વાજબી અને ઈષ્ટ જણાય છે.
આથી શ્રી બી.એસ.પટેલ, જી.એ.એસ., અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ખેડા જિલ્લો, નડિયાદ, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂઈએ આથી તેઓ હુકમ કરે છે કે જુના/નવા મોબાઈલ ફોનના વેચનાર / ખરીદનાર દરેક વેપારીએ રજીસ્ટર નીભાવી તેમાં જુના નવા મોબાઈલ ફોન ખરીદતી અને વેચતી વખતે નિભાવવાનું રજીસ્ટર જેમાં મોબાઈલની વિગત/ કંપની, આઈ એમ ઈ આઈ નંબર, મોબાઈલ વેચનાર /ખરીદનારનું નામ સરનામાની વિગત, આઈડી પ્રુફ ની વિગત તેમજ નવીન સીમકાર્ડ વેચતી વખતે વેપારીએ નિભાવવાનું રજીસ્ટરમાં સીમકાર્ડની વિગત કંપની, સીમ કાર્ડ નંબર ,નવીન સીમકાર્ડ ખરીદનારનું નામ સરનામાની વિગત, આઈડી પ્રૂફ ની વિગત તેમજ મોબાઈલ ખરીદનાર/ વેચનારની ઓળખની વિગતો નોંધવાની રહેશે, તેમજ નવીન સીમ કાર્ડ વેચનાર દરેક વેપારીએ રજીસ્ટર નીભાવી તેમાં નીચેના કોલમોમાં સીમકાર્ડ ખરીદનારની ઓળખની તમામ વિગતો નોંધવાની રહેશે. તેની ફરજિયાત જાળવણી કરવાની રહેશે તેમજ નીચે મુજબની સુચનાઓનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે, તેમજ માંગણી થયેથી પોલીસ અધિક્ષક, સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ, એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ કે તેમના તાબાના અધિકારીને ઉપ્લબ્ધ કરાવવાની રહેશે.
જુના/નવા મોબાઈલ ફોન ખરીદનાર/ વેચાણ તેમજ નવીન સીમકાર્ડ વેચાણ કરનાર દરેક દુકાનદારેનિભાવવાનું રહેશે અને તેની ફરજીયાત સાચવણી–જાળવણી કરવાની રહેશે.
કોઈપણ દુકાનદારે કોઈપણ ઈસમ પાસેથી જુનો અથવા નવો મોબાઈલ ફોન લેતી વખતે કે તેને વેચાણ કરતી વખતે ઓળખ કાર્ડ કે ઓળખ પત્ર જેવા નકકર પુરાવા સિવાય કોઈપણ વ્યવહાર કરવો નહી.
મોબાઈલ ફોનના નવા સીમકાર્ડ વેચનાર તમામ ડીસ્ટ્રીબ્યુટરો અને રીટેઈલ વિક્રેતા દ્વારા મોબાઈલ સીમકાર્ડનું વેચાણ કરતી વખતે માન્ય ઓળખકાર્ડ તથા રહેઠાણના પુરાવાની અસલ દસ્તાવેજો સાથે ખરાઈ કર્યા સિવાય મોબાઈલ સીમકાર્ડના વેચાણ વ્યવહાર કરવા નહી.
આ હુકમ તા.૨૩/૦૫/૨૦૨૩ થી તા.૨૧/૦૭/૨૦૨૩ (બંન્ને દિવસો સુધ્ધાંત) સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમ અન્વયે ખેડા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *