*મંદિરમાં વિશેષ પૂજા અર્ચના સાથે યજ્ઞ હવન અને ભંડારાનું આયોજન કરાયું*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે નાના મોટા મંદિરો અનેક મોટી સંખ્યામાં આવેલા છે જેમાં અંબાજી નજીક આવેલા કૈલાશ ટેકરી પૌરાણિક મહાદેવનું મંદિર આવેલું છે. અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી સંચાલિત થતું આ મંદિર નો ૮૬ વાર્ષિક પાટોત્સવ યોજાયો હતો કૈલાશ ટેકરી મહાદેવ નો વાર્ષિક પાટોત્સવ નિમિત્તે મહાદેવના મંદિરમાં વિશેષ પૂજા અર્ચના અને રાજભોગ નું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે મંદિરમાં હવન યજ્ઞ સહિતની અનેકો ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. રાત્રિના સમયે મહાઆરતી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું કૈલાશ ટેકરી મહાદેવ નો વાર્ષિક પાટોત્સવ ને ધ્યાને લઈને મહાદેવના મંદિર ખાતે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે મોટી સંખ્યામાં મહાદેવના ભક્તો મહાદેવના દર્શન કરવા મંદિરે આવ્યા હતા અને ધૂમધામ થી કૈલાશ ટેકરી મહાદેવનો વાર્ષિક પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


