*યંત્ર નું વજન 2 હાજર 200કિલો જેટલું છે જેને બનવામાં 2 થી 3 મહિના નો સમય અજી લાગશે*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે અમદાવાદ ના જય અંબે બોલે ગ્રુપ દ્વારા વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર બનાવી માતાજીના મંદિરમાં અર્પણ કરશે. વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર બનાવવાની કામગીરી જય ભોલે ગ્રુપ અમદાવાદ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે હજી આ શ્રી યંત્રને બનવામાં બે થી ત્રણ મહિનાનો સમય લાગી શકે છે. ત્યારે આ વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર 2200 સો કિલ્લો જેટલું વજન છે. શ્રી યંત્ર ની કામગીરી પૂર્ણ થયા બાદ માં જગતજનની અંબા ના નિજ મંદિરમાં જય અંબે ભોલે ગ્રુપ દ્વારા અર્પણ કરવા મા આવશે. જય અંબે ભોલે ગ્રુપ દ્વારા વિશ્વનું સૌથી મોટું શ્રી યંત્ર બનાવવામાં કોઈ પણ વિઘ્ન ન આવે તેને ધ્યાને રાખી શ્રી યંત્રની પ્રતિકુર્તિ યંત્ર લઈ અંબાજીથી ચારધામની પરિક્રમા કરવામાં આવી હતી. 17 દિવસમાં આ પરિક્રમા 17 રાજ્યોમાંથી પસાર થઈ પરિક્રમા આજે ફરી અંબાજી મંદિરમાં પૂર્ણ થઈ હતી. ત્યારે શ્રી યંત્ર ની પ્રતિકૃતિ ને બનાસકાંઠા જિલ્લા કલેકટર સાથે અંબાજી મંદિરના વહીવટદાર અને જય અંબે ભોલે ગ્રુપ દ્વારા શ્રી યંત્ર ની આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ અંબાજી મંદિર ખાતે શ્રી યંત્ર ની પ્રતિકૃતિ ને મૂકવામાં આવી હતી. તો જય અંબે ભોલે ગ્રુપ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હજી વિશ્વનો સૌથી મોટું શ્રી યંત્રની બનવાની કામગીરી શરૂ છે તો હજી તેમને પૂર્ણ થવામાં બે થી ત્રણ મહિનાનો સમય લાગી શકે છે.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*