દેશ ભર મા અનેકો સેવા ભાવિ સસ્થાનો સેવાકીય કામગીરી ને લઈ ચર્ચા બની રહેતાં હોય છે. ગુજરાત મા પણ ગૌ સેવા માટે અનેકો સેવાકીય સસ્થાનો કાર્યરત છે જે કોઈપણ પ્રકારના વ્યક્તિગત હિત ના જોઈ સેવા ભાવ થી પોતાની કામગીરી કરતા હોય છે. બનાસકાંઠા જિલ્લા ના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મા પણ ગૌ રક્ષા અને તેમની સેવા માટે સેવાકીય સસ્થાનો કાર્યરત છે.
યાત્રાધામ અંબાજી મા બંસી ગૌ સેવા અને શ્રી ગૌરી સેવા સંસ્થા ગૌ રક્ષા અને તેમની દેખભાળ કરવા માટે કર્યારત છે. આજે અંબાજી ના આસોપાલવ હોટેલ જોડે એક ગાય નુ રેસ્ક્યુ કરી શ્રી બંસી ગૌ સેવા ના સેવાભાવી લોકોએ ઇજાગ્રસ્ત ગાય ની સારવાર કરી હતી. શ્રી ગૌરી ગૌ સેવા સંસ્થા ઘણા સમય થી અંબાજી અને આજુ બાજુ ના વિસ્તાર મા ઇજાગ્રસ્ત ગાયો ની સારવાર અને દેખભાળ કરી રહી છે. ત્યારે આજે પણ શ્રી ગૌરી ગૌ સેવા દ્વારા એક ઇજાગ્રસ્ત ગાય ની સારવાર કરી ઉત્તમ કારગીરી કરી હતી.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


