મકસુદ કારીગર,કઠલાલ
આજે જ્યારે ટેકનોલોજી અને ડિજિટલ યુગ ચાલી રહ્યો છે.ત્યારે શિક્ષણક્ષેત્ર પણ હવે આમાંથી બાકાત નથી. ત્યારે ગામડામાં આર્થિક રીતે પછાત બાળકો પણ વંચિત ના રહે તે અંતર્ગત યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા જી.શાળા,શાળા મિત્ર તેમજ દીક્ષા જેવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલ વીસ (૨૦) જેટલા ટેબલેટ શિંગોડીયા પ્રા.શાળાના જરૂરિયાત જણાતા બાળકો ને આપવામાં આવ્યા.ત્યારે આવા ઉમદા કાર્ય બદલ શાળા પરિવાર અને ગ્રામજનોએ યુવા અનસ્ટોપેબલ સંસ્થા નો આભાર વ્યક્ત કર્યો.