હાલ ૩૬૩ જેટલા હાજી ખેડા જિલ્લા માંથી હાલ ચાલી રહેલ સાલ માં હજ માટે જઈ રહ્યા છે. ત્યારે ટ્રેનિંગ માં હાજી ઓ ઉપસ્થિત રહ્યા હતા.મુફતી અશરફ રઝા અને હાજી નીશાર અહેમદ માસ્ટર ટ્રેનર તરીકે ઉપસ્થિત રહીને તમામ ઉપસ્થિત હાજી ઓને પ્રેકટીકલ તાલીમ આપી હતી. રતનપુર દારુઉલમ ના ખીદમતદારો તથા આજુ બાજુ થી આવેલા વોલેન્ટરીયોએ ખૂબ સુંદર કામગીરી કરી. હજ માટે જરૂરી ચીજવસ્તુઓપણ રાહતદર ના ભાવે અહીં ઉપલબ્ધ હતી. હાજી ઓ માટે સૌથી વધારે અગત્યનું હોય છે તે ત્યાં ના પૈસા તે રીયાલ પણ અહીં થી આપવામાં આવ્યા હતા.યોગ્ય વ્યવસ્થા જોઈ ને હાજીઓ આનંદીત થયા હતા.
ટ્રેનીંગ પ્રોગ્રામ મા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત એવા ઈકબાલભાઈ સૈયદ (ચેરમેન ગુજરાત સરકાર હજ કમીટી) પણ આ વ્યવસ્થા ના વખાણ કર્યા હતા તેઓ એ જણાવ્યું હતું કે ગુજરાતમાં ટ્રેનીંગ પ્રોગ્રામમાં પ પ્રથમ વખત રીયાલ ની અને જરૂરી ચીજ વસ્તુઓ ની વ્યવસ્થા કરી છે.તે બદલ હજ કમીટી ના ટ્રેનર શોકતભાઈ અને શાહીદ સૈયદ (દહીઅપ) ને અભિનંદન પાઠવ્યા હતા અને રતનપુર દારુઉલમ ના ટ્રસ્ટીઓ અને અને ખીદમતદારો નો આભાર વ્યક્ત કર્યો હતો.