આજ રોજ તા.20.05.2023,શનિવારના રોજ વિર શહિદ વિક્રમસિંહજીની દ્વિતિય વાર્ષિક પૂણ્યતિથી નિમિતે રહિજ મુકામે જમનાવડ દાદાના સાંનિધ્યમાં બ્લડ ડોનેશન કેમ્પ,સર્વ રોગ નિદાન કેમ્પ,આયુર્વેદ કેમ્પ,ઓર્ગન ડોનેટ કેમ્પ તેમજ માંગરોળ તાલુકાના સ્પોર્ટસમેનોનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આજના આ કાર્યક્રમમાં શિવમ્ ચક્ષુદાન-આરેણાના માધ્યમથી રહિજ ગામના વતની ચુડાસમા પ્રદિપસિંહ જાલમસિંહ અને ચુડાસમા દિલીપસિંહ દેવુભાના અંગદાન અને દેહદાનના સંકલ્પ પત્ર ભરવામાં આવ્યા છે.આ બંન્ને વ્યક્તિના સંકલ્પપત્ર માંગરોળના જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટરશ્રી ભાર્ગવ પંડિત સાહેબ તેમજ દેવસ્ય હોસ્પિટલ કેશોદના એમ.એસ.જનરલ સર્જન ડૉ.ભાવસિંહ મોરી સાહેબના હસ્તે અર્પણ કરવામાં આવ્યાં છે. આમ આજે બે વ્યક્તિના અંગદાન-દેહદાનના સંકલ્પપત્ર ભરાયા છે.
શિવમ્ ચક્ષુદાન આરેણા ટીમ આપના આ માનવકલ્યાણ અંગેના આ ઉમદા વિચારને બિરદાવે છે.અને આપને વંદન કરે છે. રિપોર્ટર. વિમલ રાઈકુંડલીયા