અમદાવાદ
ગુજરાતમાં ક્રિકેટ સટ્ટા પર અનેક લોકો દાવ ખેલતા હોય છે. જેમાં સૌથી મોટા બુકી ગુજરાતના હોય છે, જે વિદેશની ધરતી પર પૈસા ટ્રાન્સફર કરાવે છે. જેમાં એક વ્યક્તિનું અથવા કોઈ ડમી નામનું એકાઉન્ટ હોય છે. જે એકાઉન્ટ દુબઈ કે કોઈ અલગ જગ્યાએ હોય છે. જેમાં સટ્ટાનો હિસાબ ટ્રાન્સફર થાય છે. આ રૂપિયા વિદેશમાં ગયા પછી બુકી તે રૂપિયાથી ઐયાસી કરે છે.ક્રિકેટ રમાય એટલે સામાન્ય રીતે કોણ હાર છે અને કોણ જીતશે તેનો સટ્ટો રમાય છે. પણ દરેક બાબતમાં જાે સટ્ટો રમાડતા બુકીઓની પણ ગુજરાતમાં કમી નથી. આ શખસો અલગ અલગ સર્કિટમાં કામ કરે છે. કદાચ જીતુ થરાદની સર્કિટ હોય અથવા આર. આર.ની સર્કિટ દરેકની સર્કિટમાં જાેડાયેલા પંટર અને સટોડિયાઓ સટ્ટો રમવામાં ચૂકતા નથી. હવે આ સટ્ટાનું રૂપ ટેકનોલોજીમાં કન્વર્ટ થઈ ગયું છે. જે પહેલા બોલતી બોબડી લાઈનથી ક્રિકેટ રમાડતા હતા. તેમાં ખાસ કરીને હવે મોબાઈલ એપ્લિકેશન મારફતે એકાઉન્ટ ખોલાવીને સટ્ટો રમાય છે. જેમાં સટોડિયાને ક્રેડિટ આપવામાં આવે છે. અથવા હાર-જીત બાદ એક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવતા હોય છે. અથવા એડવાન્સ રૂપિયા પણ જમા થતા હોય છે. પરંતુ આ તમામ હિસાબ ભારતમાં નહીં પણ એક રીતે મની લોન્ડરિંગ કહી શકાય તેમ વિદેશમાં જાય છે. એ હવાલા હોય કે ઓનલાઇન ટ્રાન્સફર હાલ સટ્ટા બજારનું આખું નેટવર્ક અલગ રીતે ચાલે છે.ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કર્યો છે. આ સટ્ટાનો હિસાબ રાજકોટનાના કુલ બોર્ડના બજેટની નજીક છે. કોઈ પણ આ સાંભળીને ચોંકી જશે, પણ આ વાત સાચી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી તો જાણવા મળ્યું કે, ગુજરાતના બે મોટા બુકી રાકેશ રાજદેવ (ઉર્ફે-આર. આર.) અને ટોમી પટેલ ઉર્ફે ઊંઝાની સર્કિટમાં એક સિઝનમાં ૧,૪૦૦ કરોડ રૂપિયાનો સટ્ટો ખેલાયો છે. જેનો હિસાબ પણ મળી ગયો છે. સંયોગ કહો કે ગમે તે પણ રાજકોટના બજેટથી વધુ સટ્ટો રમાડતો રાકેશ રાજદેવ પણ રાજકોટનો છે. આ મોટા ગજાના શખસો દુબઈમાં આલિશાન જિંદગી જીવે છે, વિલામાં રહે છે, સૌથી મોંઘો દારૂ પીવે છે અને તમામ હદ વટાવે છે. ત્યારે હવે બુકીઓ સામે પૈસા ટ્રાન્સફર વિદેશમાં કરાયા હોવાની વિગતો પણ સામે આવી છે. ત્યારે આરોપીઓ સામે લૂક આઉટ સર્ક્યુલર (ન્ર્ંઝ્ર) નોટિસ જાહેર કરવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તૈયારીઓ કરી લીધી છે. આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિકે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, રાકેશ રાજદેવ (ઉર્ફે-આર. આર.) અને ટોમી ઉંઝા ૧૪૦૦ કરોડ રૂપિયાના સટ્ટાનો હિસાબ અમને મળ્યો છે. જેમાં હવાલા અને દુબઈમાં ડમી નામના બેન્ક એકાઉન્ટની ડિટેઇલ મળી છે. હવે તેમની સામે ન્ર્ંઝ્ર જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. બુકીઓ વિશે જાણકારી રાખતા પોલીસ અધિકારીઓ દિવ્ય ભાસ્કર સાથેની વાતમાં જણાવે છે કે, આ બુકી ડમી એકાઉન્ટ બનાવે છે, જે એપ્લિકેશન સાથે કનેક્ટ હોય છે અને એકાઉન્ટમાં રૂપિયા જમા થાય છે. ગુજરાતમાંથી હવાલા દ્વારા ટ્રાન્જેક્શન થાય છે. રોજના ૫થી ૭ કરોડ એક લાઇનના હોય છે, જે અલગ અલગ બુકીના હોય છે. હંમેશા બુકીઓ જ પ્રોફિટમાં હોય છે, ક્યારેય કોઈ સ્ટોડીયો કમાયો નથી. આ બુકીઓના રિકવરી એજન્ટ પણ કરોડો કમાય છે અને તે ટપોરી જેવા લોકો હોય છે.
