રાજકોટના તૃષાબેન નરેન્દ્રભાઇ કપડાં મેંદરડા જવા માટ ગાંધીચોક થી જૂનાગઢ બસ સ્ટેન્ડ ખાતે જવા માટે ઓટો રીક્ષામાં બેઠેલ, અને રૂ ૫,૦૦૦/- ની કીંમતનો થેલો ઓટો રીક્ષામાં ભુલી ગયેલ, જૂનાગઢ પોલીસે તાત્કાલિક શોધીને અરજદારને પરત કર્યો
_વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા ઓટો રીક્ષામાં ભુલી ગયેલ રૂ. ૫,૦૦૦/- ની કીંમતના સામાનનો થેલો નેત્રમ શાખા જૂનાગઢ દ્રારા શોધી કાઢેલ._
_અરજદાર તૃષાબેન નરેન્દ્રભાઇ કપાડા મવડી ચોક વિસ્તાર રાજકોટ ખાતે રહેતા હોય અને મેંદરડા જવા માટે ગાંધીચોક ઉતરેલ તથા ગાંધીચોક થી જૂનાગઢ બસ સ્ટેન્ડ ખાતે જવા માટે ઓટો રીક્ષામાં બેઠેલ, *ઓટો રીક્ષામાં તેમની સાથેનો એક થેલો કે કે જેમાં નવા કપડા સહીતના સામાન તથા અન્ય વસ્તુ મળી કુલ ૫,૦૦૦/- ની કીંમતનો થેલો ઓટો રીક્ષામાં ભુલી ગયેલ, જે થેલો ભવિષ્યમાં મળવો મુશ્કેલ હોય, તે અને તેમના પરીવાર વ્યથિત થઈ ગયેલ હતા. આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._
રાજકોટના તૃષાબેન નરેન્દ્રભાઇ કપાડા ગાંધીચોક થી બસ સ્ટેન્ડ જે ઓટો રીક્ષામાં નીકળેલ તે સમગ્ર રૂટના *વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV* ફૂટેજ ચેક કરતા સોલંકી ખોડાભાઇ જે ઓટો રીક્ષામાં બેઠેલ તે ઓટો રીક્ષાના નં GJ 11 UU 9422 શોધી કાઢવામાં આવેલ._નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્રારા પોતાના કીંમતી સામાનનો થેલો સહી સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને તૃષાબેન નરેન્દ્રભાઇ કપાડા દ્રારા નેત્રમ શાખાના પોલીસ સ્ટાફનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર, મહેશ કથિરીયા


