કોટડાસાંગાણી તાલુકા ના શાપર-વેરાવળ નજીક આવેલ ગુંદાદરા ગામ નજીક ના રીબડા ગામ ના રેલ્વે સ્ટેશન પાસે ટ્રેન ની હડફેટે એક સાથે 11 – ગૌમાતા ઓ આવી જતા હાહાકાર મચી ગયો. 11 માંથી 6 ગાયો ના ઘટના સ્થળે મોત નીપજ્યા ધુળેટી ના દિવસે રેલવે સ્ટેશન પર કરુણ દ્રશ્યો સર્જાતા ગૌ પ્રેમી લોકોમાં રોષ ફેલાયો કરુણ ધટના સર્જાતા સ્થળ ઉપર તાત્કાલિક ગૌ રક્ષકો પહોંચી ગયા અને
ઘટના ની વિગતો શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન ના નિષ્ણાંત તબીબો ની ટીમ રેસ્ક્યું અને બચાવ માટે તાત્કાલીક રીબડા સ્ટેશન પહોંચી ગઈ. અને તાત્કાલીક સ્થળ પર જ સઘન સારવાર આપી 5 ગાયોને બચાવી લેવા માં આવી અને અન્ય ગાયોને વધુ સારવાર માટે શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના એનિમલ શેલ્ટર માં શિફ્ટ કરવા માં આવી હતી. હાલ આ પાંચેય ગૌવંશ ની તબિયત સુધારા પર છે છે. રેલ્વે પ્લેટફોર્મ પર જ ચાર કલાક સુધી બચાવ કાર્ય અને સારવાર કાર્ય ચાલું કરવાથી 5 ગાયોને બચાવી લેવામાં આવી છે
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.


