રાજકોટ
રાજકોટ શહેરના કોઠારીયા સોલવન્?ટ પચ્?ચીસ વારીયા ક્વાર્ટરમાં રહેતાં દૂર્ગાબેન બબ્?બનભાઇ ચૌહાણ (ઉ.વ.૪૫) નામના મહિલાને સવારે ઘરે સુતા હતાં ત્?યારે હાથમાં નાનકડા સાપે દંશ મારતાં તેઓ જાગી ગયા હતાં. દેકારો મચાવતાં તેમનો પુત્ર જાગી ગયો હતો અને સાપને લાકડી ફટકારી મારી નાંખ્?યો હતો. દૂર્ગાબેનને સારવાર માટે સિવિલ હોસ્?પિટલમાં ખસેડવામાં આવ્?યા હતાં. અહિ ઇમર્જન્?સી વિભાગમાં ડોક્?ટર તેમને તપાસી રહ્યા હતાં ત્?યારે તેના સગાએ મૃત સાપ પણ કાઢીને બતાવતાં ડોક્?ટર, નર્સિંગ સ્?ટાફ ચોંકી ગયો હતો. સાપ ઝેરી છે કે બીનઝેરી તે જાણી શકાય એ માટે ડોક્?ટરને બતાવવા તેને મારીને સાથે લાવ્?યાનું રટણ સગાએ કર્યુ હતું. દૂર્ગાબેન અને તેના પરિવારજનો કારખાનામાં મજૂરી કરે છે. હોસ્?પિટલ ચોકીના સ્?ટાફે આજીડેમ પોલીસમાં નોંધ કરાવી હતી. જે બાદ આજીડેમ પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.