Gujarat

રાજકોટમાં જન્મદિવસ ઊજવવા પરિવાર અને તેના મિત્રોએ રસ્તો બ્લોક કર્યો, પોલીસે ટ્રાફિક મુદ્દે હટાવતાં ૯ શખસનું ઘર્ષણ

રાજકોટ
સોશિયલ મીડિયાના યુગમાં એકસાથે વધુ કેક એકઠી કરી કાર કે બાઈક પર રાખી જાહેરમાં કટિંગ કરી જન્મદિવસ ઊજવવાનો ક્રેઝ વધી રહ્યો છે. ત્યારે રાજકોટમાં ગઈકાલે મધરાતે શહેરના સ્વામિનારાયણ ચોકમાં દીકરાનો જન્મદિવસ ઊજવવા પરિવાર અને તેના મિત્રોએ રસ્તા વચ્ચે ૫ કાર ઊભી રાખી રોડ બ્લોક કર્યો હતો. આથી માલવિયાનગર પોલીસની ટીમ પહોંચી હતી અને બે મહિલા સહિત ૯ શખસને ટ્રાફિકને અડચણરૂપ ન થવાનું કહેતા તમામ ઉશ્કેરાયા હતા. બાદમાં પોલીસ સાથે ઝપાઝપી કરી ઘર્ષણ કર્યું હતું. આથી પોલીસે તમામ વિરુદ્ધ ૈંઁઝ્ર કલમ ૧૮૬,૩૨૩,૧૪૩,૧૪૫,૧૪૯,૨૮૩ તથા જી.પી.એક્ટ કલમ ૧૧૨, ૧૧૭ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં ૪ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે જ્યારે ૫ આરોપીની શોધખોળ ચાલુ છે.

Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *