રાજકોટ
રાજકોટ મોરબી હાઇવે પર મારવાડી કોલેજ નજીક એક ટ્રક પસાર થઇ રહ્યો હતો જેમાં કોઈ કારણોસર ટ્રકચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અને ટ્રક ધડાકાભેર વૃક્ષ તેમજ વીજપોલ સાથે અથડાયો હતો. ટ્રક અથડાતાની સાથે જ વીજપોલ પર સ્પાર્ક પણ થયો હતો. જાે કે સદનસીબે કોઈ મોટી જાનહાની થવા પામી ન હતી એક માત્ર ટ્રક ચાલક ઈજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.રાજકોટ શહેરના મોરબી રોડ પર મોટો અકસ્માત થતા સહેજમાં અટકી ગયો છે. ગઈકાલે બપોરના સમયે ૨ વાગ્યા આસપાસ હાઇવે પર ટ્રક ચાલકે કોઈ કારણોસર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ધડાકા ભેર વૃક્ષ અને વીજપોલ સાથે અથડાયો હતો જેમાં ટ્રક ચાલક ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જે સમગ્ર ઘટનાના ઝ્રઝ્ર્ફ ફૂટેજ પણ સામે આવ્યા છે. ગઇકાલે થયેલા અકસ્માતના ઝ્રઝ્ર્ફ ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જાેઈ શકાય છે કે રોડ પરથી અચાનક કાર રોડની બીજી બાજુ ઉતરી ગયો હતો. ઉલ્લેખનીય છે કે અકસ્માત સમયે માત્ર બે થી ત્રણ સેકન્ડનો ફર્ક પડ્યો છે જાે ત્રણ સેકન્ડનો સમય ફેર હોત તો કદાચ સામે મારવાડી કોલેજ તરફથી આવતી કાર ટ્રક સાથે અથડાઈ હોત અને કાર સાથે ગંભીર અકસમાત સર્જાયો હોત. સદનસીબે મોટી જાનહાની થતા સહેજમાં અટકી છે.
