Gujarat

રાજકોટમાં ટ્રસ્ટીઓએ જમીન વેચવા કાઢી તો વિદ્યાર્થીઓએ કાયદાકીય લડત આપી, અંતે જમીન વ્યવહાર રદ

રાજકોટ
રાજકોટના ટાગોર રોડ પર આવેલ આઝાદી કાળની વિરાણી હાઇસ્?કુલના મેદાનની જમીન વેચવાના વિવાદાસ્?પદ અને ચોંકાવનારો ર્નિણય શાળાના ટ્રસ્?ટી શ્રેયાંશ વિરાણી અને જયંત દેસાઇ વગેરેએ કર્યો હતો. જેની સામે શાળાના મેદાનને બચાવવા માટે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કાયદાકીય લડત ચલાવવામાં આવી હતી. જેમાં વિદ્યર્થિઓના હિતમાં ર્નિણય કરી જમીન મુળ સ્?થિતિ અને મુળ શરતો સાથે રેકર્ડમાં લઇ જવા માટે હુકમ કરવામાં આવ્યો છે. વિરાણી હાઇસ્?કુલના પૂર્વ વિદ્યાર્થી પુરૂષોત્તમ પીપળીયાએ કલેકટર કચેરીને વિગતવાર વાંધાઓ રજુ કરી વિરાણી હાઇસ્?કુલ વાળી જમીન ચો.વા. ૪૯,૭૨૦ એટલે કે પૂરેપૂરી જમીન તા.૨૦.૧૨.૧૯૫૧ ની સનદ નં.૧ નમુનો ‘એન’ થી નકકી કરેલ શરતો સાથે અપાયેલ જમીન છે. આ સનદમા પાયાની શરત એ છે કે જમીન વિરાણી હાઇસ્?કુલ કરવા માટે આપવામા આવી છે. આ જમીનનો કોઇ ભાગ ભાડે આપી શકાશે નહી તેમજ કોઇ નફો મેળવી શકાશે નહી તેવી સ્?પષ્?ટ શરતો સાથે આપવામા આવેલ છે તેટલુ જ નહી આ જમીન વિરાણી હાઇસ્?કુલના શૈક્ષણિક હેતુ માટે આપેલ હોય કલેકટરની લેખિત પરવાનગી મેળવ્?યા સિવાય આ જમીન કે તેનો કોઇ ભાગ શૈક્ષણિક કાર્ય સિવાય અન્?ય હેતુ માટે વાપરવાની મનાઇ કરવામા આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *